________________
૪૨.
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
न हि नूण पुरा अणुस्सुयं अदुवा तं तहनो समुट्ठियं । मुणिणा सामाइ आहियं नाहण जगसव्वदंसिणा ॥
( –૨–૨–૨૨) અહિંસા વિષે તે આચારાંગ અને સૂત્રકૃતાંગ બંનેમાં અનેક અરિહંતાએ ઉપદેશ આપ્યાની વાત કરવામાં આવી છે પરંતુ અહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે જ સર્વપ્રથમ સામાયિકને ઉપદેશ આપ્યો છે એટલે વ્રતમાં દીક્ષિતને અપાતું સામાયિક વ્રત એ ભગવાન મહાવીરથી શરૂ થયું હોય એવું અનુમાન સહેજે કરી શકાય છે. જૈન દર્શનના આ આદિકાળમાં જૈન પુરાણે અને પછીનાં જૈન આગમોમાં જે પ્રકારની તીર્થકર ચક્રવર્તી બળદેવ-વાસુદેવ, ઉત્સર્પિણ-અવસર્પિણ અને ભૂગોળની વ્યવસ્થા દેખાય છે તેમાંનું કશું જ નથી. તીર્થંકર, શબ્દ પ્રયોગ મળે છે અને અરિહંત અનેક છે એમ જણાય. છે. પણ તે તે કાળગત નિશ્ચિત સંખ્યાની કોઈ સૂચના નથી.
એમ કહી શકાય કે આ આદિકાળમાં શ્રમણના અચાર વિષે જે જરૂરી હતું તે વિસ્તારથી કહેવાયું છે. અને ગૃહસ્થાશ્રમની તો નિંદા જ થઈ છે. સંધવ્યવરથા કે સંધમાં શ્રમણોપાસકનું યોગ્ય
સ્થાન એ તે આ પછીના ભવિષ્યકાળની વ્યવસ્થા છે જે માટે આ પછીનાં આગમ જરૂરી સામગ્રી પૂરી પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org