________________
૩૬
-
જૈન સાહિત્ય સેમારોહ – ગુરછ ?
બુદ્ધથી પાર્થક્ય બતાવવા આત્મવાદી અને ક્રિયાવાદીનું સમીકરણ પણ કર્યું. આત્મવાદ વિને ક્રિયાવાદનું અસ્તિત્વ ટકી શકે નહીં એવું એમનું મંતવ્ય આથી સ્પષ્ટ થાય છે.
- એ આત્માના સ્વરૂપની ચર્ચા આચારાંગમાં જે છે તે આવી.
છે. સંસારી આત્મા કર્મબદ્ધ છે અને તેથી તે નાનારૂપે એટલે કે જીવનિકાયરૂપ અનુભવમાં આવે છે પણ તે જ્યારે મુક્ત થાય છે તે કાળે તેનું જ સ્વરૂપ છે તેનું સ્પષ્ટીકરણ કરતાં આચારાંગમાં કહ્યું છે :
___“ सव्वे सरा नियटृति तका जत्थ न विज्जइ, मई तत्थ न गाहिया....से नदीहे, न हस्से न वट्टे...न किण्हे न नीले ....ન રૂથી ન પુરિસે...૩વમાં ન વિના અવતા , વરસ પડ્યું નથિ - ''
જ્યારે આ આત્મસ્વરૂપ જાણીએ છીએ ત્યારે આપણને ઉપનિષદોના બ્રહ્મ વિષેની કલ્પના યાદ આવી જાય છે. પણ અહીં એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે અને તે એ કે પછીના કાળે જે સિદ્ધોનું વર્ણન સ્થિર થયું છે તે આનું સંશોધિત રૂપ છે કારણ કે તેમાં પંચાસ્તિકાય અને દેહપારમાણ આત્માની જે પરિભાષા સ્થિર થઈ તેના અનુસંધાનમાં સિદ્ધોના આત્મસ્વરૂપનું પણ સંશોધન કરવું અનિવાર્ય હતું. અહીં તેને કીધું કે હૃસ્વ હેવાને નિષેધ છે. જ્યારે પછીના કાળે સિદ્ધાત્માનું સ્વરૂપ હૂસવ કે દીર્ધ સંભવે છે એમ નિરૂપાયું છે.
આચારાંગમાં આત્મા વિષે એક બીજી વાત પણ અહીં જાણવા મળે છે અને તે તેના સ્વરૂપ વિષે. તેમાં જણાવ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org