________________
જૈન દાનિક વિચારણાના આદિકાળ
૩૫
તે હજુ આ કાળે ન હતી. આ કાળમાં તા અતિવિદ્ય, અતિવિજ્ઞ, અનુસ વેદન, અવગ્રહ, અવધાન, જ્ઞાધાતુના પ્રયોગેશ નાગાર, * परिजाणाइ, अभिजाणाइ, समेमिजाणिया परिण्णाय, सुपण्णत्त विनावइ "ઇત્યાદિ, તર્ક, તથાગત, દન, પ્રજ્ઞા પ્રશ્ન, પજ્ઞાન, પરિજ્ઞાન, પશ્યક, પ્રેક્ષા ક્ષુલ્લૂ, ધાતુના પ્રયોગા, ખેાધિ, મતિ, મતિમન્ત, મેધાવી, વિદ્યા, વિજ્ઞાન, વિજ્ઞ, વેદન, શ્રુ-ધાતુના પ્રયોગા, સંજ્ઞા, સમ્મતિ સમ્મુતિ, શ્રુત—ઇત્યાદિ સર્વસામાન્ય શબ્દના પ્રયોગ જોવામાં આવે છે. પરંતુ પાંચ જ્ઞાનના પારિભાષિક બધા શબ્દો દેખાતા નથી.
સ્પષ્ટ છે કે આમાં જૈન દુનના પ્રમેય પ્રમાણની પ્રાથમિક ભૂમિકા છે, જેમાં હજી વિકાસ અને વ્યવસ્થાને પૂરા અવકાશ છે અને જે પછીના કાળે થયેલ આપણે જોઈએ છીએ.
આચારાંગના કાળે ક્રિયાવાદ અને અક્રિયાવાદ એટલે કે કમ અને પુનર્જન્મને માનનારા અને નહીં માનનારા એવા એ પક્ષમાં ભારતીય દાર્શનિકે વહેંચાયેલા હતા. તેમાંથી ભગવાન મહાવીરે પૈાતાના સ્પષ્ટ પક્ષ ક્રિયાવાદી રૂપે રજૂ કર્યાં છે. અને આચારાંગના પ્રારંભમાં જ કહ્યુ` છે કે જે પુનઃજમના સ્વીકાર કરે છે તે જ આત્મવાદી લેાવાદી કે ક્રિયાવાદી છે. ભગવાન યુદ્ધના વિષે પણ જ્યારે તેમના અનાત્મવાદને કારણે અક્રિયાવાદી હાવાના આક્ષેપ થયા ત્યારે તેમણે સિફતથી જવાબ આપ્યો કે હું સત્કર્મના ઉપદેશ આપું છું તેથી ક્રિયાવાદી છું અને અસત્કર્મનુ નિરાકરણ કરું છું તેથી અક્રિયાવાદી છું. બૌદ્ધ પાલિપિટામાં જે કેટલાક અક્રિયાવાદી તીથ કરીના મતા આપ્યા છે તેમનું મંતવ્ય જોતાં એમ જણાય છે કે તેઓ કર્મમાં કે પુનર્જન્મમાં માનતા નહિ અને આત્માનું અસ્તિત્વ પણ મરણ વખતે માનતા. પરલોકમાં તેઓ માનતા નહિ. શાશ્વત આત્મામાં પણ માનતા નહીં. આથી તે સૌની વિરુદ્ધ જઈ ભગવાન મહાવીરે પાતાને ક્રિયાવાદી જણાવ્યા એટલું જ નહિ, પણ
Jain Education International
For Private & Personal Use Only ·
www.jainelibrary.org