________________
૨૩
સાતમે જૈન સાહિત્ય સમારોહ હોય તો તે છે કે. જૈન ધર્મના પાલનથી શારીરિક અને માનસિક સ્વસ્થતા મળે છે.” લબ્ધિ
ડે. રમણલાલ ચી. શાહે “લબ્ધિ' વિશે બોલતાં કહ્યું હતું, કે ગૌતમરવામીનું આ ૨૫૦૦ મું નિવણવર્ષ હેવાથી અને ગૌતમસ્વામીને લબ્ધિના ભંડાર તરીકે ઓળખાવવામાં આવતાં હેવાથી લબ્ધિ વિશે જાણવું ઉપયોગી થઈ પડશે. ચમત્કારે જગતમાં ઘણું બને છે. કેટલાક સાચા હોય છે અને કેટલાક બનાવટી હોય છે. જે વ્યક્તિના પવિત્ર જીવનમાં લબ્ધિઓ પ્રગટ થાય છે તેમના જીવનમાં ચમત્કારો બનતા જોવામાં આવે છે લબ્ધિ એટલે વિશિષ્ટ અસાધારણ શક્તિને લાભ. મન, વચન અને કાયાના વિશુદ્ધ વેગ વિના એ પ્રાપ્ત ન થાય. લબ્ધિને જ્ઞાનાવરણીય કર્મના પક્ષમાંથી પ્રગટ થતી શક્તિ તરીકે ઓળખાવવામાં આવે છે તે વિશિષ્ટ પ્રકારના તપથી પ્રગટતી શક્તિ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. કેટલીક લબ્ધિઓ મિથ્યાત્વીને પણ હેઈ શકે તે કેટલીક લબ્ધિઓ સમકિતિ જ માત્ર હેય છે. જે વ્યક્તિ પિતાનામાં પ્રગટ થયેલ લબ્ધિઓમાં પ્રસિદ્ધિ મેળવવા જાહેરમાં પ્રયોગો કરવાનું વિચારે છે તેની લબ્ધિ ઘડીકમાં ચાલી જાય છે. જે ભવ્યાત્માઓ પિતાનામાં પ્રગટ થયેલી લબ્ધિઓમાં મોહવશ થઈ ખેંચાતા નથી તે જ ભવ્યાત્માઓ ઉપરના ગુણસ્થાને જવા શ્રેણું માંડી શકે છે.” શખાતીત
ડે. નીલેશ દલાલે “શ્રીમદ્ રાજચન્દ્રના સાહિત્યમાં રહસ્યવાદ” વિશે પિતાને નિબંધ રજૂ કરતાં કહ્યું, કે “શ્રીમદ્દનાં લખાણ વાંચતાં ખ્યાલ આવે છે કે પરમતત્ત્વની વાત કરતાં કરતાં વાકયો વચ્ચે જ અટકી ગયેલાં જણાય છે. શ્રીમદ્ જે અનુભવતા હતા તે શબ્દમાં વ્યક્ત કરવાનું સંપૂર્ણ રીતે શકય નહેતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org