________________
સાતમે જૈન સાહિત્ય સમારોહ
૨૧ તત્વજ્ઞાન વિભાગની બેઠક
શનિવાર તા. ૪-૧-૧૯૮૬ના રોજ સવારના તત્ત્વજ્ઞાનની બેઠક પં. પન્નાલાલભાઈ ગાંધીના અધ્યક્ષપદે મળી હતી. તેમને પરિચય કરાવતાં ડો. રમણલાલ ચી. શાહે કહ્યું હતું, કે શ્રી પન્નાલાલભાઈ તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી છે. દ્રવ્યાનુગના પ્રખર જ્ઞાતા છે. પૂર્ણતા એ જ્ઞાનનું સાચું સ્વરૂપ છે.
પં. પન્નાલાલભાઈ ગાંધીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, “જૈન સાહિત્ય સમારોહને “સ્વરૂપ સાહિત્ય સમારોહ” કહે જોઈએ. સ્વરૂપ સાહિત્યમાં જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર બધું. જ આવી જાય છે. શાસ્ત્રજ્ઞાન આત્મજ્ઞાન માટે છે. તે તેમાં ન પરિણમે તે પછી અર્થ શું? અરીસો જોઈ તેમાં મોટું જોઈએ છીએ. અરીસે તીરહિત થઈ જાય છે. શાસ્ત્ર અરીસાની જેમ સાધન છે, આ ત્મા સાધ્ય છે. બુદ્ધિ, શ્રમ, ઈરછા અને શ્રદ્ધા વગર જીવી ન શકાય. એ ચારેને દર્શન, જ્ઞાન, તપ અને ચારિત્રમાં લીન કરવાનાં છે. ચાર ભાઈઓ પિતાની મિલકતમાંથી વારસો મેળવવા કેટે ચડે છે. પણ આપણે પરમાત્માને વારસો મેળવવા કંઈ જ કરતા નથી. “સમારોહ” પણ કેવળ જ્ઞાન પરનું આરોપણ બની રહે એ જોવાનું છે. આપણે આત્મા અવિનાશી છે. આપણે જીવનમાં બધી વસ્તુઓ અવિનાશી ઈચ્છીએ છીએ. પછી ભલે તે માટલું હોય કે કપડું હોય કે જીવનસાથી હેય. સર્વત્ર પૂર્ણતાની માંગ છે. પૂર્ણતા એ જ્ઞાનનું સાચું સ્વરૂપ છે.” કર્મની પરાધીનતામાંથી મુક્ત થવું એ જ ખરો પુરુષાર્થ છે
તત્ત્વજ્ઞાન વિભાગના પ્રથમ વક્તા પં. શાંતિલાલ કેશવલાલ શાહે “જૈનત્વ' વિશે બોલતાં કહ્યું હતું, કે “પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવો એ ગુણીપુરુષને નમસ્કાર કરવા બરાબર છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org