________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ
સમારોહના પ્રમુખ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલા વિભાગના ભૂતપૂર્વ નિયામક. ઉમાકાંત પી. શાહે અધ્યક્ષસ્થાનેથી કહ્યું હતું, કે “પ્રલાદનદેવ જેવા સમર્થ સાહિત્યકારની આ ભૂમિ છે. વિદ્યામંદિરના નિયામક શ્રી સુર્યકાંત પરીખ, લેકનિકેતનના
સ્થાપક શ્રી હરિભાઈ અને બાલારામ સઘન ક્ષેત્રના સ્થાપક શ્રીમતી વિમળાબહેન મહેતા માત્ર પાલનપુર કે ગુજરાત માટે જ નહિ પણ હિન્દ માટે ગૌરવરૂપ છે.”
તેમણે વધુમાં કહ્યું, કે ““ધર્મમાં આશાનું તત્ત્વ મહત્વનું છે. જૈન ધર્મ અહિંસા-પ્રધાન છે. પરંતુ અહિંસાને સિદ્ધ કરવા માટે સત્યની શોધ પણ મહત્ત્વની છે. અહિંસા પાછળ સત્ય ન હોય તે. અહિંસા પણ પૂર્ણ સ્વરૂપે ટકી શકતી નથી. બધા જ ધર્મોમાં સત્ય મુખ્ય શક્તિરૂપે છે.
આપણે સાહિત્યકારે વાત કરીએ છીએ, આચરણ કરતા નથી. ધર્મની તત્ત્વચર્ચા અને સાહિત્યચર્ચા આચરણ વગર નકામી. છે, મોક્ષ માટે સતત પુરુષાર્થ કરવો જોઈએ.” વિજ્ઞાન અને ધર્મને સમન્વય
વિદ્યામંદિરના નિયામક શ્રી સૂર્યકાંત પરીખે પોતાના પ્રવચનમાં કહ્યું હતું, કે “આધુનિક વિજ્ઞાન સાથે ધર્મને કઈ રીતે સાંકળી શકાય તે ખાસ જોવાનું છે. વિજ્ઞાન એકલું કશું નહિ કરી શકે એની પ્રતીતિ વિજ્ઞાનને પણ થઈ ગઈ છે. વિજ્ઞાનને ધર્મ સાથે નિકટને સંબંધ છે, બંને સાથે રહેશે તે સત્યની શોધ થઈ શકશે. : હિંસાથી નાશ છે, અહિંસાથી જીવન છે. આજની પરિસ્થિતિમાં સર્વત્ર બીજાં પર આધિપત્ય જમાવવાનું વલણ વધતું જાય છે. જૈન ધર્મનું મૂળ તત્ત્વ સમત્વ છે. શેષણથી નહિ પણ પ્રેમથી સૌને જીતવાનાં છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org