________________
સામાયિક
૩૪૩ ૧. દ્રવ્ય સામાયિક, ૨. ક્ષેત્ર સામાયિક, ૩. કાળ સામાયિક અને ૪. ભાવ સામાયિક
કયાંક વળી ૧. નિશ્ચય સામાયિક, ૨, વ્યવહાર સામાયિક, ૩. વ્યવહાર–આભાસ સામાયિક તથા ૪. નામ સામાયિક એવા ભેદ ઉલ્લેખ મળે છે.
પાંચમે ગુણઠાણે દર્શનશુદ્ધિ હેવાથી શુદ્ધ સામાયિક થાય છે. સામાયિકમાં ત્રિપદીને, દ્વાદશાંગીને તથા ષડાવશ્યકનો સાર સંનિહિત છે. સાવદ્ય વેગથી વિરત થવા ઈચ્છનારે અવશ્ય સામાયિક કરવું જોઈએ.
વિધિપૂર્વક સામાયિક કરવાથી તે એક અભ્યાસ બની જાય છે. જેમાં આત્મા સમતા-લીન બની અલૌકિક શાંતિનો અનુભવ કરી શકે છે.
પિતપિતાના સંપ્રદાયની વિધિ જાણી લેવી પ્રત્યેક જૈનનું કર્તવ્ય છે. છ આવશ્યકોમાં સામાયિકને મૂર્ધન્ય સ્થાન અપાયેલું છે. આઠેક સંપ્રદાયની વિધિનું અહીં સંકલન કરેલું છે. સામાયિક પાઠ કંઠસ્થ થયા બાદ વિધિયુક્ત સામાયિક કરવામાં સહજતા આવે છે.
નિક્ત સંપ્રદાયોના વિધિ-પાઠ પ્રસ્તુત છે:
૧. દિગમ્બર કાનજીસ્વામી મત, ૨. વેતામ્બર તેરાપંથ, ૩. શ્વેતામ્બર સ્થાનકવાસી, ૪. શ્વેતામ્બર નાની પક્ષ, ૫. વેતામ્બર મૂર્તિપૂજક પાર્ધચંદ્ર ગ૭, ૬. વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ, ૭. કવેતામ્બર મૂર્તિપૂજક ખરતર ગ૭, અને ૮. વેતામ્બર મૂર્તિપૂજક અચલ ગ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org