________________
ર૫
સામાયિક
ડે. રમેશચંદ્ર સી. લાલન
સામાઈયં સમઇયં સમ્મવા સમાસ સંખે અણવઝ ય પરિણા પચ્ચક્ખાણો ય તે અહા !” “દમદતે મેઅજઝે કાલય પુત્થા ચિલાઈપુરે ય ! ધમ્મરુઈ ઇલા તેઇલી સામાઈય અદાહરણું ”
અર્થાત – સામાઈક (સમતાભાવ), દયાભાવ, રાગદ્વેષરહિત તથ્યવચન (સમવાદ), સમાસમાં તત્વબોધ, સંક્ષેપમાં તરબોધ, અનવદ્યવૃત્તિ (ક્રિયા), પરિણા અને પ્રત્યાખ્યાન – એમ આઠ સામાયિક છે. દમદત રાજર્ષિ, મુનિ મેતાર્ય, કાલકાચાર્ય, ચિલાતીપુત્ર, રાજા જિતશત્રુ, મુનિ ધર્મરુચિ, ઈલાચીકુમાર અને તેટલીપુત્રની આઠ કથાઓ પ્રત્યેકનાં ઉદાહરણ છે.
સમભાવ, શુભ ભાવના, સંયમ તથા આરૌદ્ર પરિણામોને ત્યાગ એ સામાયિક છે. જ્યાં સમતાને લાભ થાય ત્યાં સામાયિક છે; મન, વચન અને કાયાને સ્થિર કરી સમત્વયેગની સાધના કરવી તેનું નામ સામાયિક છે.
સામાયિકનું ચાર પ્રકારે નિરૂપણ થયેલું છેઃ
૧. સર્વ વિરતિ સામાયિક, ૨. દેશ વિરતિ સામાયિક, ૩, સમ્યક્ત્વ અથવા દર્શન સામાયિક, અને ૪. શ્રત સામાયિક
અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org