________________
સાતમે જૈન સાહિત્ય સમારોહ
૧૭ મળ્યાં હતાં. સમારોહનું પ્રમુખસ્થાન શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકળાના ઊંડા અભ્યાસી છે. ઉમાકાંત પી. શાહે શોભાવ્યું હતું. પરિચયવિધિ
વિદ્યામંદિરના પ્રાંગણમાં શ્રી પાલનપુર શિશશાળા, બાલમંદિર અને ઍજયુકેશન ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી ડે. સત્યવતીબહેન ઝવેરીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું, કે “સંસ્કૃતિનાં બીજ નાબૂદ થતાં નથી. આર્થિક જાહેરજલાલીમાં ભરતી–એટ આવ્યા કરે છે. પણ સંસ્કૃતિ ક્યાંક ને કયાંકથી અંકુરિત થતી રહે છે. વિદ્યામંદિરના પરિવારે એ ગર્ભિત શક્તિને ચેતનવંતી રાખવાનું કાર્ય હાથ ધર્યું છે.
જૈન તત્ત્વજ્ઞાનના જે સિદ્ધાંત છે તે આજની અનેક સમસ્યાઓને ઉકેલવામાં કઈ કઈ રીતે ભાગ ભજવી શકે છે તે તપાસવા જૈન ધર્મના મૂલ્યનું અનેક દૃષ્ટિકોણથી મૂલ્યાંકન થવું જોઈએ. જૈન સાહિત્યના અનેક જ્ઞાનભંડારમાં અસંખ્ય પુસ્તકે અને હસ્તપ્રતો વણઉકયાં છે એના સંશોધન-સંપાદનક્ષેત્રે કાર્ય થવું જોઈએ. આ સાતમા જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે પૂ. સ્વઆચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના સમુદાયના મુનિ શ્રી ધર્મ ધુરંધરવિજયજી મહારાજ સાહેબે તૈયાર કરેલ “જૈન આગમમાં વિદ્યા” નામની રત્નકણિકાઓની પુરિતકા પ્રગટ કરી આપની સન્મુખ ધરતાં હર્ષની લાગણી અનુભવું છું. પાલનપુર જૈન સંશોધનનું કેન્દ્ર બને તે દરેક પાલનપુરીને ગમશે એવી આકાંક્ષા વ્યક્ત
ત્યાર બાદ શ્રી જૈન સ્થાનકવાસી સંધ, જૈન યુવક મંડળ, વિવિધલક્ષી વિદ્યામંદિર અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ, પાલનપુર તરફથી શ્રી કાન્તિલાલ મહેતાએ સૌનું સ્વાગત કર્યું હતું.
જે-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org