________________
સાતમા જૈન સાહિત્ય સમારેહું
અહેવાલ : ગુલાબ દેઢિયા
પ્રાચીન ભારતમાં ઉત્તર ગુજરાત આનત તરીકે એળખાતું હતું; ત્યારે ઉત્તર ભારત તથા સ્તંભતીર્થ ( ખંભાત ) વચ્ચેના વ્યાપારનું પ્રવેશદ્વાર ચંદ્રાવતી હતું. ચંદ્રાવતીની ગાદી પર્ રાજયોગી ધારાવ દેવ આવ્યા ત્યારે રાજ્યમાં સાહિત્ય, કળા અને વ્યાપારને વિશેષ પ્રાત્સાહન મળ્યુ. તેનેા નાના ભાઈ પ્રલાદનદેવ સાહિત્ય અને કળાનેા ભાક્તા હતા. તેણે આજના પ્રદ્લાદનપુરપાલનપુરની સ્થાપના વિક્રમના ૧૩મા સૈકામાં કરી હતી. જૈન સાધુ શ્રી પદ્મસાગરજી મહારાજની કૃપાથી તે અઢળક ધન કમાયેા હતા, અને પ્રહ્લાદનપુરમાં અનેક વિદ્વાનેાને નિમંત્રી ધ ગ્ર ંથા લખવાની સગવડ ઊભી કરી આપી હતી, જેની સાક્ષીરૂપે આજે પણ પાલનપુરના જૈન દેરાસરમાં પ્રદ્લાદનદેવની પ્રતિમા મેાજૂદ છે.
અકબર બાદશાહને બેધ પમાડનાર આચાય શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. સા.ની જન્મભૂમિ પાલનપુર છે. હીરવિજયસૂરિ રાસ ' નામની કૃતિમાં પાલનપુરને ઇતિહાસ આલેખાયા છે. આજે પશુ પાલનપુર મશહૂર છે ઃ ઝવેરીએ અને ફોટોગ્રાફી માટે, અત્તરા અને શાયરે માટે.
ઐતિહાસિક ગૌરવ ધરાવતા પાલનપુરમાં સાતમેા જૈન સાહિત્ય સમારાહ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી ૧૯૮૬ના રાજ યાયા હતા. આ સમારાહ યાજવા માટે પાલનપુરના વિવિધલક્ષી વિદ્યામંદિર, જૈન સ`ઘેા તથા પાલનપુર સમાજ કેન્દ્ર તરફથી નિમ ત્રણ અને સહયોગ
Jain Education International
C
For Private & Personal Use Only
www.jainelibrary.org