________________
૧૮
જૈન સાહિત્ય સમારોહ– ગુચ્છ ૨
તેમણે કહ્યું હતું, કે જૈન સાહિત્ય સમારોહ પાલનપુરમાં યોજાઈ રહ્યો છે એ મોટા ગૌરવ અને આનંદની વાત છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી જગજીવનભાઈ પી. શાહે વિદ્યાલયની પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. તેમણે કહ્યું હતું, કે “આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજ સાહેબે ધર્મની સાથે વ્યાવહારિક કેળવણીનું મહત્ત્વ સમજી વિદ્યાથીઓ માટે છાત્રાલયની પ્રવૃત્તિને જે વેગ આપે તે પ્રશંસનીય છે. વિદ્યાલય આગામી વર્ષોમાં કન્યા છાત્રાલય શરૂ કરવા પણ વિચારી
રહ્યું છે”
સમારોહની ભૂમિકા
ત્યાર બાદ વિદ્યાલયના બીજા મંત્રી અને સાહિત્ય સમારોહ ના સંયોજક ડો. રમણલાલ ચી. શાહે જૈન સાહિત્ય સમારોહની ભૂમિકા સમજાવી હતી. એમણે કહ્યું હતું, કે “પ્રથમ સમારોહ વખતે ૪૦ જેટલા વિદ્વાન અને વીસેક જેટલા નિબંધ આવ્યા ' હતા જ્યારે હવે ૧૨૫ થી વધુ વિદ્વાને અને ૬૦ જેટલા નિબંધો આવવા લાગ્યા છે. પ્રથમ પાંચ સમારોહમાં રજૂ થયેલા નિબંધોમાંથી ચૂંટીને અમુક નિબંધોને એક ગ્રંથ “જૈન સાહિત્ય સમારેહગુચ્છ ૧” નામે પ્રગટ થયું છે અને આ સમારોહ પછી ગુછ ૨ પ્રકાશિત કરવા વિદ્યાલયે નિર્ણય કર્યો છે. સમારોહ નિમિત્તે વિદ્વાને પોતાના નિબંધ તૈયાર કરવા નવા નવા વિષયોને અભ્યાસ કરે છે. અહીં પરસ્પર સંપર્ક વધે છે. વિચારવિનિમય થાય છે. તેથી જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનની દિશામાં નવો અભિગમ જન્મે છે. પાલનપુરના આ સમારોહ માટે મારા મિત્ર અને સામાજિક કાર્યકર શ્રી ચંદ્રકાંત ગાંધીએ ઘણું જહેમત ઉઠાવી છે. વિદ્યાલયે સાહિત્ય સમારોહ માટે કોઈ ઔપચારિક માળખું ઘડયું નથી. સમારોહનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org