________________
આધુનિક કલા માધ્યમ અને જૈન ધર્મ ૩૧૯ " જૈન પારિભાષિક કોશ અને જૈન કથાસંગ્રહ જેવાં સંકલને . કરવાના બાકી છે.
- સાહિત્યની સાથોસાથ પુસ્તક-પ્રકાશનમાં જે પ્રગતિ થઈ છે,. તે મુદ્રણકળાને લાભ બહુ ઓછાં જૈન પુસ્તકે લે છે. મુદ્રણની દષ્ટિએ મુનિ અમરેન્દ્રવિજયનું પુસ્તક “આપણે આત્મનિરીક્ષણ કરીશું?ની નવી આવૃત્તિ જોઈ જવા જેવી છે.
ધાર્મિક પુસ્તકનાં પ્રદર્શન અને વેચાણને વિચાર પણ કરવા જે છે. - જૈન ધર્મના તાત્વિક પક્ષ પ્રત્યે પૂરતું ધ્યાન સાધુવર્ગ અને વિદ્વાનો દ્વારા અપાતું હશે પણ વર્તમાન સમયના સાહિત્ય સાથે જૈન ધર્મને સંબંધ દૂર થયો છે. તેનું પરિણામ આપણે ગુજરાતી ભાષાનાં પાઠયપુસ્તકોમાં જૈન કૃતિઓની ઉપેક્ષા, રેડિયો અને ટેલિવિઝન જેવાં માદયમ પર જૈન કાર્યક્રમોની ઉપેક્ષા જોઈ શકીએ છીએ. એ માધ્યમોના નિયામકે કરતાં આપણે પ્રમાદ વધુ જવાબદર છે એવું લાગે છે. ઉત્તમ સર્જનાત્મક કૃતિઓને સ્વીકાર એમણે સામે ચાલીને કરવો પડે, એવું થવું જોઈએ. * બાળકે માટેનું જૈન સાહિત્ય ક્યાં છે ? “અમર ચિત્રકથા જેવી ધાર્મિક શ્રેણી ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં તૈયાર થાય તે જરૂર આવકાર પામે. હવે તો ગુજરાતીને બદલે અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકે માટે ધાર્મિક સાહિત્ય અંગ્રેજીમાં ઉતારવું પડશે. પરદેશમાં પણ જેને અંગ્રેજી સાહિત્ય વિશે પૂછતા હોય છે.
સાંપ્રદાયિક સામયિકે તે સૌથી વધુ હશે પણ જૈન ધાર્મિક - શ્રેષ્ઠ સામયિક શરૂ કરવાનું પણ બાકી જ છે ! તેમ ન થાય તો
પણું આ સામયિને ઉત્તમ લખાણો પહેચે તે તે જરૂર છાપે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org