________________
૩૧૮
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ ચુનીલાલ મડિયાએ “સમ્રાટ શ્રેણિક” જેવું ધર્મ અને સાહિત્યને ઉત્તમ રીતે સર્જનાત્મક તટસ્થતાથી ન્યાય આપતું એકાંકી લખ્યું છે. એવી વધુ કૃતિઓ સજાય તે માટે વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ,
- પાલિતાણું કે સમેતશિખર વિશે એકાદ સજનાત્મક પ્રવાસનિબંધ પણ કયાં મળે છે ? “વિદિશા ફેઈમ” ભેળાભાઈ પટેલનું
સ્મરણ તરત થાય છે! “સંદેશ” સાપ્તાહિકમાં પરિભ્રમણ” કૅલમમાં ભોળાભાઈએ “મહાતીર્થ શત્રુંજય” વિશે સુંદર રીતે લખ્યું છે.
. હરીન્દ્ર દવે “માધવ કયાંય નથી” કે “કૃષ્ણ અને માનવસંબંધ” લખે પણ “મહાવીર અને માનવસંબંધ” લખવા કોઈ સજક તૈયાર કરવો પડે એવું નથી લાગતું ? કદાચ કઈ હામ ભીડે તો એને આવકાર મળે ખરો ?
કાવ્ય, જીવનચરિત્ર, લલિતનિબંધો બધાં ક્ષેત્રોમાં આજના સજાત સાહિત્યમાં જૈન ધર્મ આવે છે પણ ભાષાસાહિત્યના કસબથી અજાણ એવા લેકે આ કરી રહ્યા છે. સર્જકના શબ્દ વગર નર્યા ધર્મવચને, શાસ્ત્રચર્ચા કે ગંભીર લેખ માટે બરોબર છે, સાહિત્ય માટે નહિ.
આજે સાંપ્રદાયિક, ધાર્મિક-તાત્વિક સાહિત્ય ઘણું લખાય છે પણ એમાં સાહિત્યસૂઝને અભાવ વિશેષ દેખાય છે. ભાષાને સમર્થ ઉપગ નથી થતા.
ખરેખર તે સાહિત્યનાં વધુ ને વધુ સ્વરૂપોને ઉપયોગ કરી આજની પ્રજા સુધી પહોંચે એ રીતે જૈનધર્મને મૂકવા જેવો છે. જયભિખુ, ચુનીલાલ વર્ધમાન શાહ અને રતિલાલ દીપચંદ દેસાઈની સાહિત્યસેવાઓ નેંધપાત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org