________________
૩૧૭
આધુનિક કલા માધ્યમે અને જૈન ધર્મ એ વારસે અસંખ્ય હિતક, ચમદિર, શિલ્પકૃતિએ અને ચિત્રકૃતિઓ દ્વારા આજ સુધી ટકી રહ્યો છે.
હવે પ્રશ્ન એ છે, કે આજનાં કલા માધ્યમોને યથાયોગ્ય સૂઝપૂર્વક ઉપયોગ જૈન ધર્મ માટે કેટલે થઈ રહ્યો છે અને કેટલે કર જોઈએ.
કલા માધ્યમેને ઉપયોગ તે આજે પણ થઈ રહ્યો છે પણ એની અસરકારકતા તરફ દુર્લક્ષ વધુ સેવાય છે. ભૂતકાળની ઘેરી છાયામાંથી બહાર આવવાનું બહુ બન્યું નથી. સાહિત્ય અને જેનધર્મ : - સાંપ્રત સર્જનાત્મક સાહિત્યમાં નવલકથા પ્રબળ માધ્યમ છે. જેનું કથાવસ્તુ જૈન હોય એવી નવલકથાઓ સજતી નથી. પણ જેમાં જૈન સાધુ-સાધ્વીનાં પાત્રો આવે એવી નવલકથાઓ પણ
ક્યારેક લખાય છે. કુંદનિકા કાપડિયાએ “પરેઢ થતાં પહેલાં ” નવલકથામાં અંજનાશ્રી સાળીનું સુંદર પાત્ર સર્યું છે. તે જ પ્રમાણે દશ કે ઝેર તો પીધાં છે જાણી જાણુ ભાગ ૩”માં જૈન ધર્મને, સાધુ-સાધ્વીઓને સંદર્ભ લીધે છે. સમુદ્રવિજય નામના આચાર્યનું અનુપમ પાત્રાલેખન એમાં થયું છે. જ્યારે કોઈ સમદર્શી સાધુ સંથા રે લઈ મૃત્યુ સમીપ જઈ રહ્યા હોય ત્યારે એમની આંતરબાહ્ય પ્રસન્નતા કેવી હોય તેનું સુંદર વર્ણન નવલકથાકારે કર્યું છે. [આ વિશે મેં “પ્રબુદ્ધ જીવન ', તા. ૧૬-૭-૮૫ ના. અંકમાં “સાંપ્રત સાહિત્યમાં જે સંદર્ભ ' નામે લેખ લખ્યો હતો, જેને બે વાચકોએ સબળ વિરોધ કર્યો હતો. એમને શાસ્ત્રના નિયમો એટલા ચુસ્ત રીતે અભિપ્રેત હતા કે કલાપક્ષને ને સમજવા કૃતનિશ્ચયી હતા.] વધુ ને વધુ ભાવ સુધી પહોંચતા આ નવલકથા, નવલિકોના માધ્યમને કલાત્મક ઉપગ હજી પૂરેપૂરે કરવો બાકી છે.
Jain Education International
For Private & Personal Use Only
For PM
www.jainelibrary.org