________________
૬૦૨
જેન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
-પ્રાણુ પોતાના જાતભાઈઓની સામૂહિક કતલ કરતું નથી. આ - સંહારલીલા માનવી જેવું બુદ્ધિશાળી પ્રાણી જ આચરી શકે છે.
આજે સમસ્ત વિશ્વમાં હિંસાનું સામ્રાજ્ય વ્યાપ્ત છે. પણ એનું ઉદગમસ્થાન છે માનવીનું મન, કર્મ અને એનું કુટુંબપરિવાર સૌથી પહેલું અને ઊંચું સ્થાન છે. હિંસાનો ભાવ પહેલાં મનમાં ઉત્પન્ન થાય છે. પછી વચન અને કાયા દ્વારા – કર્મ દ્વારા આચરણમાં આવે છે. સ્થૂળ હિંસા આપણે ઓછી કરતાં હોઈશું પણ જીવન-વ્યવહારમાં ડગલે ને પગલે આપણાં જ કુટુંબીઓ - નિકટનાં સ્વજનો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ ? માત્ર સ્વાર્થ, પ્રમાદ, રાગ અને દ્વેષથી દોરવાઈ ક્રોધના આવેશમાં મર્મધાતી, કટુ, કિલષ્ટ વચને બોલીએ છીએ, વ્યંગમાં બોલીએ છીએ. મેણાટોણાં મારીએ છીએ, અન્યને માનસિક કષ્ટ અને આઘાત પહોંચાડીએ છીએ. અશુભ વિચારીએ છીએ – ઇચ્છીએ છીએ. આ હિંસા તરફ આપણું ધ્યાન જતું નથી, થાડી સજગતા, સતર્કતા અને સાવધાની રાખીએ તે માત્ર આવેગો અને આવેશોથી પ્રેરાઈ થતી આવી ઘણી હિંસામાંથી આપણે જરૂર બચી શકીએ. સંતાનો સાથે નેકર જેવો
વ્યવહાર કરીએ છીએ, નેકર સાથે દુશ્મન જેવો વ્યવહાર કરીએ છીએ. ઘરની વહુ સાથે દાસી જે વ્યવહાર કરીએ છીએ. કુટુંબકલહ સર્વત્ર છે. બધાના સ્વભાવ સરખા નથી હોતા પણ થોડી સહિષ્ણુતા સમતા અને સહનશીલતા અપનાવીએ તો હિંસામાંથી તે બચીશું. શાંતિ પામીશું અને અણછાજતે વારસો સંતાને આપી દેવામાંથી પણ બચી જઈશું. . . . - પરિવારમાં હિંસાઓ વર્ચસ્વ જમાવવા ખાતર, શિસ્તના એઠાં હેઠળ અને ધંધના આવેશમાં થાય છે. તે માની શકાય એવા બનાવ બને છે. પતિ-પત્નીના ઝઘડામાં પતિ નાના બાળકને -પણ બીજે માળેથી ફેંકી દે છે. નાનું બાળક કયારેક જૂઠું બોલે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org