________________
અહિંસાનાં પરિમાણુ
૩૦૧
આચરણ થતું હોય – ભલે બાળક પ્રત્યે ન હોય - પણ એવા વાતાવરણમાં ઊછરેલું બાળક હિંસક વૃત્તિને પિજતું થઈ જશે, જે ઘરમાં નેકરને માર પડતું હોય તે ઘરમાં કયારેક બાળકને પણ માર પડવાને જ. જે વડીલ નેકરને મારતા હશે તે કયારેક બાળક પર પણ હાથ ઉપાડશે જ, કારણ કે બેઉ કિસ્સાઓમાં મૂળભૂત વૃત્તિ તે હિંસા જ છે, માત્ર આવિષ્કારની દિશા જ બદલાય છે. અહિંસક કુટુંબમાં ઉછરેલે છોકરે લગ્ન પછી પિતાની પત્નીને મારઝૂડ કરે તેનાથી એક હજાર ગણી શકયતા હોય છે કે હિંસક કુટુંબને છોકરા પત્નીને મારઝૂડ કરે, અર્થાત અહિંસક કુટુંબના છોકરા કરતાં હિંસક કુટુંબને છોકરા પત્ની પ્રત્યે હિંસા આચરે તેની શક્યતા – સંભાવના એક હજાર ગણી વધારે હોય છે. આ સિક્કાની બીજી બાજુ પણ એવી છે કે જે પુત્ર વડીલો પ્રત્યે શારીરિક કે માનસિક કુરતા કે હિંસા આચરે છે એના પુત્ર સંભવતઃ તેવી જ પૂરતા કે હિંસા એમના પ્રત્યે આચરશે.
જહાંગીર-શાહજહાં અને ઔરંગઝેબને દાખલે દૃષ્ટાંતરૂપ છે. (૨) કૌટુંબિક સ્તરે હિંસા અર્થાત્ family-violence
એ નાનીસૂની, નજીવી કે કાઢી નાખવા જેવી કે - હળવે હૈયે વિચારવા જેવી બાબત નથીઃ
પરિવારોમાં હિંસક પ્રક્ષેપણ થકી થતી ઇજાઓનું જોખમ શહેરમાં રસ્તે ચાલતાં અકસ્માતનાં જોખમ કરતાં વધારે છે.
આ સૃષ્ટિ નેહથી ચાલે છે, સામર્થ્યથી નહિ. આ સૃષ્ટિમાં "સીમભાયાસીસ' અર્થાત “પરસ્પરાવલંબી શાંતિપ્રિય સહઅસ્તિવની” વ્યવસ્થા જેવું પણ કંઈક છે. પ્રાણીસૃષ્ટિમાં એ વિશેષ રૂપે. છેમાનવજતમાં એ ચૂત થતી જાય છે. ઉંદરની એક પ્રકારની વતને બાદ કરતાં, મનુષ્યને આદ કરતાં, સમગ્ર પ્રાણીસૃષ્ટિમાં કોઈ
Jain Education International
For. Private & Personal Use Only
www.jainelibrary.org