________________
- ૨૦
અહિંસાનાં પરિમાણ
નેમચંદ એમ. ગાલા
વિશ્વના બધા ધર્મોએ અહિંસાને સ્વીકાર કર્યો જ છે. જેન. ધર્મનું પ્રાણભૂત તત્ત્વ અહિસા છે. જૈન દર્શન મુજબ સર્વ પ્રાણ-- ઓ જીવસત્તાએ સમાન છે. માત્ર વિકાસની દૃષ્ટિએ ભેદ છે. જેન. ધર્મમાં પ્રાણુમાત્રને સુખને વિચાર વ્યાપક અને ઉદાત્ત રીતે કરવામાં આવ્યું છે. જૈન દર્શન જેટલે અહિંસાને સૂક્ષ્મ અને વ્યાપક. વિચાર અને પ્રક્ષેપણ કેઈ અન્ય દર્શને કર્યો નથી દરેક ગતિના જીવને સુખની આકાંક્ષા છે. દુઃખ કોઈને ગમતું નથી ડે. આ બટ સ્વાઈ—રે “Reverence to Life,” જીવ પ્રત્યેના, જીવન પ્રત્યેના આદરને સિદ્ધાંત આપે એમાં આ જ વાત સમાયેલી છે. જૈન દર્શનની અહિંસામાં કોઈ જીવની હિંસા ન કરવી, એ ઉપરાંત દરેક જીવને હિંસામાંથી ઉગારવો એ વિધાયક અભિગમ પણ છે.
અહિંસામાં સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા. વ્રત સમાઈ જાય છે. હિંસાના બે ભેદ પાડવામાં આવ્યા છે ? ભાવ હિંસા અને દ્રવ્ય હિંસા
માનવીના મનમાં બીજા કોઈ પ્રાણીને કષ્ટ આપવાનો વિચાર આવે તે ભાવ હિંસા છે. વાણી અને શરીર દ્વારા થાય તે દ્રવ્ય હિંસા છે દ્રવ્ય હિંસાના ચાર ભેદ પાડવામાં આવ્યા છે ?
(૧) સંકલ્પી હિંસા (૨) વિરોધ હિંસા (૩) આરંભી હિંસા (૪) ઉદ્યોગી હિંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org