________________
અહિંસાનાં પરિમાણ
૨૯૫ જાણુ-બૂઝી સંકલ્પપૂર્વક કરવામાં આવે તે સંકલ્પી હિંસા. મન, વચન કે કાચા દ્વારા કરીએ-કરાવીએ કે કરનારને અનુમોદના આપીએ તે સંક૯પી હિંસા છે. જ્યારે પૂરી સમજ સાથે પરિવાર, ધર્મ, દેશ, ધન વગેરેની રક્ષા માટે હિંસા કરીએ, તે વિરોધી હિંસા છે. સંક૯પી હિંસા કરવામાં આવે છે, વિરોધી હિંસા થઈ જાય છે. બે હિંસા વચ્ચે આ ભેદ છે.
જીવનવ્યવહારમાં, ઘર ચલાવતાં, અનેક પ્રકારની હિંસા નિહિત છે. કપડાં ધોવાં, અનાજ દળાવવું, જમવું, નહાવું, વગેરે આ આરંભી હિંસા છે. પરંતુ એવા રેજિંદા વ્યવહારમાં પણ દરેક જીવે સાવધાની રાખવી જોઈએ કે જેથી ઓછામાં ઓછી હિસા થાય.
કુટુંબના ભરણપોષણ અથે, ધંધા-વ્યવસાયમાં, જે હિંસા થાય છે તે ઉદ્યોગ હિંસા. અહિંસક વ્યક્તિએ એ ધંધે કરવો જોઈએ જેમાં ઓછામાં ઓછી હિંસા થાય.
હિંસા પર વિજય મેળવવા જે પણ કરવું પડે તે કરવા તત્પર રહેવું; આ સિદ્ધાંત પરથી તપસ્યાને વિકાસ થયો છે. કષાયુનું શમન કર્યા વગર, ઈન્દ્રિયનિગ્રહ વગર, અહિંસા જીવનમાં નથી આવતી. પરિગ્રહની લાલસા હિંસાને આમંત્રે છે. મમતાને બદલે સમતાને ભાગ પ્રગટે, તે અહિંસાનું પ્રતિષ્ઠાન થાય.
સંત તિરુવલ્લુવરે ગૃહસ્થ જીવનને તપ અને સાધનાની કટિમાં મૂકી દીધું. હિંસક માનવીની હિંસા અનેક રૂપે પરિવારમાં તેમજ તમામ પ્રવૃત્તિઓમાં સૂક્ષ્મ રૂપે પણ આવૃત્ત થાય જ છે. ગૃહસ્થ માટે પણ સંયમ વિના સાધનાનું પગથિયું ચઢાતું નથી.
માનવી પ્રકૃતિથી દયાવાન છે. એનામાં નિસર્ગદર કરુણાને સ્ત્રોત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org