________________
ગુરુ ગૌતમસ્વામી
૨૯૩ -નાને ભાગ તે “સમય”. આટલા અલ્પતમ સમય માટે પણ પ્રમાદ કરે નહિ.
પ્રમાદ હોય તો જીવન નિષ્ફળ બને. મહાભારતમાં પણ કહ્યું છે પ્રમાદ એટલે મૃત્યુ અને અપ્રમાદ એટલે અમૃતત્વ. ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરના સંદેશાવાહક બની મહાવીરવાણુ દ્વારા આ અમૃતત્વને ઉપદેશ આપ્યા છે. અમૃત માત્ર તેમના અંગૂઠામાં જ નહોતું તેમના સમગ્ર અસ્તિત્વમાં હતું. ભગવાનની ત્રિપદી પરથી તેમણે રચેલું સમગ્ર શાસ્ત્ર અમૃતરૂપ છે. જે વ્યક્તિ પ્રમાદ છડી જાગ્રત બની જીવનમાં આ સંદેશ ઉતારે છે તે વાંછિત ફળને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org