________________
ર૭૨
જૈન સાહિત્ય સમાહિગુચ્છે છે મીમાંસકે વૈદિકી હિંસાને ધર્મ માને છે, પરંતુ હેમચંદ્રાચાર્ય જેનદષ્ટિથી પ્રતિપાદિત કરે છે કે કોઈ પણ પ્રકારની હિંસા તે અધર્મ જ છે. લોક ૧૩ થી ૨૦ માં માયાવાદ, સાંખ્ય, બૌદ્ધ વગેરે સિદ્ધાંતનું ખંડન કરી લેક ૨૧ થી ૨૯ માં જૈનદર્શનનું સમર્થન કરી સ્યાદવાદની સિદ્ધિ કરી છે. મહાવીરના અનેકાંતવાદથી જ ગતને ઉદ્ધાર શકય છે એ સ્તોત્રને કેન્દ્રવર્તી વિચાર છે. "
હેમચંદ્રાચાર્ય કૃત “વીતરાગસ્તવ” એક દાર્શનિક હસ્તાત્ર છે. આખું સ્તોત્ર ૨૦ પ્રકાશોમાં વિભક્ત છે. પ્રત્યેક પ્રકાશમાં ૮ થી ૯ લેક છે. એમાં જૈનધર્મ-પ્રબોધિત વીતરાગ પરમાત્માનાં લક્ષણે, સ્વરૂપ, પ્રાતિહાર્યો, રૂપસૌદર્ય, વૈરાગ્ય, અલૌકિક ગુણ વગેરેનું તાત્વિક અને સ્તુત્યાત્મક શૈલીમાં નિરૂપણ થયું છે. આચાર્યશ્રી તે એવા વીતરાગ પરમાત્માના કિંકર (દાસ) છે– । असनस्य जनेशस्य निममस्य कृपात्मनः ।
मध्यस्थस्य जगत्त्रातुनकस्तेऽस्मि किंकरः ।। १३/६ - હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્રસૂરિને કવિત્વશક્તિના પ્રતાપે હેમચંદ્રાચાર્ય પાસેથી “કવિકટારમલ નું બિરુદ મળેલું. તેમણે અનેક બત્રીસી સ્તોત્રો રચ્યાં, જેવા કે “ વ્યતિરેકઠાત્રિશિકા', અર્થાન્તરજાસાત્રિશિકા ”, “દાન્તગર્ભજિનસ્તુતિહાવિંશિકા', યુગાદિદેવદ્વાર્ગિશિકા” વગેરે. એક જ અલંકાર પ્રયોજી આખી બત્રીસીની રચના કરવી એ કવિની વિશેષતા છે. -
* સિદ્ધરાજના બાળમિત્ર અને ભાષા-કવિચક્રવતી શ્રીપાલકવિએ યમક-લેષની ક્રીડાવાળાં સ્તોત્રો રચ્યાં છે. એવું એક સ્તોત્ર. છે “ચતુર્વિશતિજિનસ્તવન' (૨૯ પદ). એના પ્રત્યેક પદમાં ચમક-અન્યાનુપ્રાસની શ્લેષક્રીડા દર્શનીય છે, જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org