________________
૨૬૪
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ સ્તુતિવિદ્યા (જિન સ્તુતિશતક)માં કવિનું કાવ્યશલ પ્રગટ થયું છે. શ્લેષ-યમકની શાબ્દી ક્રીડામાંથી ચિત્રકાવ્યને જન્મ શે. એક ગ્લૅકના અક્ષરના સંયોજનથી દ્વિતીય શ્લેક બનાવવાનું સાહિત્યિક ચાતુર્ય તેત્રમાં પ્રગટ થયું છે. આવા પ્રકારનાં સ્તોત્રો પૂર્વકાલીન શાબ્દીકીડાપ્રધાન જૈન સ્તોત્રપરંપરાને નિર્દેશ કરે છે, પરંતુ તે તેત્રો હાલ મળતાં નથી ! જે સમતભદ્રને સમય વિક્રમની બીજી સદી માનવામાં આવે તે સમગ્ર સંસ્કૃત સ્તોત્રસાહિત્યમાં ચિત્રકાવ્યના આદિ પ્રણેતા તેમને માની શકાય.
સમન્તભદ્રની સાથે અજ્ઞાતકાલીન પણ પ્રાયઃ પાંચમી સદીના મનાતા સિદ્ધસેન દિવાકરનું નામ સંકળાયેલું છે શિવમૂર્તિમાંથી તીર્થકર બતાવવાની જનશ્રુતિઓ બન્નેના જીવન સાથે જોડવામાં આવી છે.
સિદ્ધસેન દિવાકરનું કલ્યાણ મંદિર” પ્રાચીન સ્તોત્રોમાં અતીવ કપ્રિય છે. એમાં પાર્શ્વનાથનું સ્તવન છે. મહાકાલપ્રાસાદમાં તે સ્તવન રચેલું અને એના ઉચ્ચારણથી શિવમૂર્તિમાંથી તીર્થંકરની પ્રતિમા નીકળેલી એવી કથા પ્રચલિત છે. તેંત્રની આવી ચમત્કારી શક્તિથી પ્રભાવિત થઈને રાજા વિક્રમાદિત્ય અને બીજાઓએ જેન ધર્મ અંગીકાર કરે. વિદર્ભ સેલીમાં રચાયેલ આ સ્તોત્રમાં વસંતતિલકા છંદનાં ૪૪ પદો છે. એમાં ભાવોની મને હારી અભિવ્યક્ત થઈ છે. ભાવાનરૂપ ભાષાની સરળતા નોંધપાત્ર છે. ચંદન પર વીંટળાયેલ મણિધર જેમ મયૂરકેકાથી મુક્ત થઈ ચાલ્યો જાય, તેમ પ્રભુના ધ્યાનથી મનુષ્ય કર્મબંધનમાંથી મુક્ત બને છે (લે. ૮). રવિ પ્રગટતાં ચાર નાસે તેમ ભગવાને દર્શન માત્રથી પાપ-તાપ દૂર ભાગે છે (. ૯). ઘનશ્યામલ પ્રભુ તે સુવર્ણમય સિંહાસન પર વિરાજમાન છે અને ભક્ત-મોરલા નૃત્ય સાથે કેકારવ કરે છે, સ્તુતિગાન કરે છે (લે. ૨૩).પિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org