________________
જેન રતત્રસાહિત્ય
સંસ્કૃત સ્તોત્રસાહિત્યના આરંભિક યુગમાં જેને સ્તોત્રકારે એ સ્તોત્રકાવ્યને પ્રતિષ્ઠિત કરવામાં મૂલ્યવાન ફાળે આપે છે. જૈન પરંપરામાં સૌથી પ્રાચીન સ્તોત્રકાર તરીકે ભદ્રબાહુ (વી.નિ. બીજી સદી)નું નામ જાણીતું છે. મુનિશ્રી પુણ્યવિજયજીના મતે સૂત્રો પર નિયુક્તિઓ ચનાર આ ભદ્રબાહુ છે, છેદસૂત્રોના કર્તા ભદ્રબાહુથી તેઓ ભિન્ન છે જે તેમણે પ્રાકૃત ભાષાની પાંચ ગાથાએમાં “ઉપસર્ગહર સ્તોત્ર' રચ્યું. તેત્રના આરંભે કવિ કર્મ બંધનમુક્ત, મંગળ કલ્યાણના આવાસરૂપ અને વિષધર વિષનિર્નાશરૂપ પાર્શ્વનાથને વંદન કરે છે :
उवसम्गहरं पास' पास वदामि कम्मघणमुक्क । विसहरविसनिन्नास मंगलकल्याण आवास ॥१॥
ભક્તિનિર્ભર હદયથી કવિએ જિનેન્દ્રની સ્તુતિ કરી છે; તેથી જ તેઓ તેમને ભવભવે “બેધ” (સમ્યક્ત્વ) પ્રદાન કરે છે – ता देव ! दिज्ज. बोहिं भवे भवे पास ! जिणचंद ! ॥५॥
અન્ય પ્રાચીન સ્તોત્રકાર છે આચાર્ય સમંતભદ્ર (વિ. બીજી સદી) તેમણે ભક્તિરસ સંપન “સ્વયંભૂસ્તોત્ર” અને “સ્તુતિવિશ સ્તોત્રની રચના કરી. “સ્વયંભૂ સ્તોત્ર (૧૪૩ શ્લેક)નાં પદોની, માર્મિકતા પ્રશસ્ય છે. ભગવાનનાં ગુણસ્મરણથી મન પાપમુક્ત થાય છે – तथापि ते पुण्यगुणस्मृतिर्नः पुनातिचित्त दुरितां जनेभ्यः ॥६७॥
“સવયંભૂસ્તોત્ર'ના ઉચ્ચારણુથી સમન્તભદ્ર ચંદ્રપ્રભની મૂર્તિ પ્રગટ કરેલી એમ કહેવાય છે. એ છે. સ્તોત્ર. અદ્ભુત પ્રભાવ! !' ર મહાવીર જે વિદ્યાલય રજત મહોત્સવ થી ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org