________________
જૈન સ્તોત્રસાહિત્ય
ડો. મણિભાઈ ઈ. પ્રજાપતિ
ભક્તકવિ “સ્તોત્ર' દ્વારા ઈષ્ટદેવની, તીર્થકરની કે આચાર્યાદિની સ્તુતિ કરે છે. જેન ધર્મમાં અનેક વિદ્વાનો-કવિઓ-સૂરિશ્રીઓ દ્વારા રચાયેલાં ભક્તિરસમય, વૈરાગ્યગતિ અને નિર્વાણપ્રબોધક અસંખ્ય સ્તોત્રો પ્રાપ્ત થાય છે, જે રાગદ્વેષાદિ-અષ્ટાદશ-દોષમુક્ત દેવાધિદેવ જિનની કે તીર્થકરોની કે સિદ્ધોની સ્તુતિરૂપ છે. પ્રાચીન જૈન આગમાદિ ગ્રંથમાં સ્તવન-સ્તોત્રનો મહિમા ગાય છે: “જ્વરશલાદિનું શમન કરનાર રત્ન-માણેકની જેમ સ્તુતિ-સ્તોત્રો પણ
જ્વરાદિ રોગોનું શમન કરનાર છે, તે તે ભાવરને છે, પારમાર્થિક માણિકક્યરત્નો છે.'
જૈન સાહિત્યમાં સ્તોત્રકાવ્યની સુદીર્ઘ અને સમૃદ્ધ પરંપરા પ્રાપ્ત થાય છે. જૈન કવિઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં તીર્થકરે, સિદ્ધો તેમજ અન્ય દેવોનાં આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનપ્રધાન સ્તોત્રો રચીને પ્રાચીન કાળથી અદ્યપર્યત સ્તોત્રસાહિત્યની શ્રીવૃદ્ધિ કરતા રહ્યા છે. પ્રગટ થયેલા સ્તોત્રસંગ્રહ જેવા કે “જેનસ્તોત્રસદેહ', ‘જેનસ્તોત્રસમુચ્ચય”, “કાવ્યમાલા '' (ગુરછક-૭) વગેરેના વિહંગાવલોકનથી પણ જૈન સ્તોત્રસાહિત્યની વિપુલતા, વિવિધતા અને તેની અદ્ભુત સમૃદ્ધિનો ખ્યાલ આવે છે.
૧. વંચા. ૪, ૫, ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org