________________
ર૬૦
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
ની શ્રદ્ધાના રહસ્યનો તાગ અને તાળો અહીં મળતા નથી. સમૂહ-- કર્મનું તરવજ્ઞાન આ બધા પ્રશ્નોનું સમાધાન કરે છે, સમૂહમાં બાંધેલાં કર્મને ઉદય થતાં એનો ભોગવટો એવા કર્મબંધનના. ભાગીદારો એકીસાથે કરે છે એમાં કુદરતી કેપની ઘટનાઓ જેવી. કે આગ, અકસ્માત, વિશ્કેટ, જળપ્રલય, વાવાઝોડું, ધરતીકંપ કે. માનવસર્જિત આપત્તિ વગેરે સંહારક તો નિમિત્ત બને છે. બિહારના ધરતીકંપની કે અન્ય કુદરતી કંપની ઘટનાનું અર્થઘટન આ રીતે કરી શકાય. બૌદ્ધિક સીમાડાની પેલે પારની ઘટના ન. સમજાય ત્યાં આપણી શ્રદ્ધા માટે ગમે તેવું દ્યોતક પણ અતાર્કિક એવું અનુમાન આપણે જરૂર કરી શકીએ અને એ વ્યક્તિગત કક્ષાએ આત્મશુદ્ધિ માટે ઉપકારક પણ બને, પરંતુ એ વ્યક્તિગત સૃષ્ટિમાંથી સમષ્ટિગત સિદ્ધાંતનું પરિમાણ ન પામી શકે,
- સમૂહકમની આ છણાવટથી હવે એક પ્રશ્ન તો રહે જ છે. ગાંધીજીની શ્રદ્ધા અને પ્રતીતિનું શું ? ગાંધીજીના નિવેદન પાછળ આપણે એટલું તે અવશ્ય જોઈ શકીએ છીએ કે એમના મનમાં અસ્પૃશ્યતાને પ્રશ્ન કેન્દ્રસ્થાને હતે. એ પ્રશ્ન અંગે તીવ્ર સંવેદના. અને સતત વિચારણા એમના મનમાં ચાલતી હતી. કુદરતની ન સમજાય એવી ઘટનાનું મૂળ આપણું વર્તનમાં કયાંક રહ્યું હોવાના કે આપણું વર્તનના પ્રત્યાઘાત આવી ઘટનામાં જોવાના આપણા સંસ્કાર છે. એ સામાન્ય સંસ્કારને, આપણું મનમાં રચી રહેલાપ્રશ્નનું અગ્રતાક્રમે આવી ઘટના સાથે સંકલન કરવામાં તાત્વિક ન્યાય નથી એ સ્પષ્ટ છે. પરંતુ એ પ્રશ્ન પરત્વે આપણે કેવી. સંવેદના અનુભવીએ છીએ એની અભિવ્યક્તિ આવા અર્થઘટનમાં જોઈ શકાય. એટલું જ એનું મહત્ત્વ છે. જ્યાં સુધી આવી ઘટનાને પાર પામી શકાય એમ ન હોય ત્યાં સુધી આવી ઘટત્માને આપણાં કૃત્યો સાથે સાંકળવામાં આવી સ્થિતિ રહેવાની જ. ગાંધીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org