________________
ગાંધીજી અને કર્મ તત્વજ્ઞાનનું સામાજિક સ્વરૂપ રપલ પ્રકાશ નારાયણે અન્યાયી હુકમોના વિરોધની સુરક્ષા દળને કરેલી હિમાયત આ સંદર્ભમાં મૂલવી શકાય. અલબત્ત, જાગ્રતપણે એમના મનમાં આવી આધ્યાત્મિક ભૂમિકા હોવાનું આરોપણું ન કરી શકાય. આપણે ત્યાં ઉત્તમ વહીવટકર્તાઓએ અને ન્યાયાધીશોએ સત્તાધીશોની પરવા કર્યા વિના આવું વલણ દાખવ્યું છે એની નોંધ ઈતિહાસમાં અને લેકમાનસમાં કાયમ રહી છે. સાથે સાથ એવી જાગૃતિના કારણે તેઓ સમૂહકર્મના બંધનમાં ભાગીદાર થયા નથી, (એવી જગ્રત આધ્યાત્મિક ભૂમિકા મનમાં ન હોય તો પણ) એમ લખી શકાય. સમૂહકર્મના આ તત્વજ્ઞાનને લીધે કેમ તત્વજ્ઞાનને વ્યાપકપણે સામાજિક સ્વરૂપ આપી શકાય તેમ છે. - આ theory ના વિકાસની ખૂબ શકયતાઓ છે.
ગાંધીજીએ બિહારના ધરતીકંપનું આપેલ કારણુ પ્રતીતિકર લાગ્યું નથી. એટલા માટે કે અસ્પૃશ્યતાના કારણે આપત્તિ આવી એમ લેખીએ તે નીચે મુજબના પ્રશ્નોનું સમાધાન થતું નથી ? (૧) અસ્પૃશ્યતાના કારણે આપત્તિ આવી હોય તે જેમને અન્યાય થયા છે એ વર્ગ પણ આ વિસ્તારમાં વસે છે. એમને પણ આ ઘટનાથી સહન કરવું જ પડે છે આપણે જાણીએ છીએ કે આવી આપત્તિમાં આવા નિમ્ન સ્તરના વર્ગને સૌથી વધુ સહન કરવાનું આવે છે. આવી પરિસ્થિતિમાં અસ્પૃશ્યતાને કારણભૂત કેવી રીતે લખી શકાય ? (૨) જ્યાં ભૂકંપ થયો નથી એવા વિસ્તારમાં રહેનારા વર્ગ પણ આવા અન્યાયનું આચરણ કરે છે. આમ છતાં એવા વર્ગ પર આપત્તિ આવી નથી, એટલે અસ્પૃશ્યતાને કારણભૂત સમજવામાં આ બાબતનું સમાધાન થતું નથી. (૩) -અસ્પૃશ્યતાનું કલંક તે સદીઓ જૂનું લેખાય છે. એ કલંકના
કારણે તો ચોક્કસ સમયના અંતરે આવી કુદરતના કેપની ઘટના -ઇમનવી જોઈએ. પરંતુ એવું નિયમિતપણે બન્યું નથી. પૂ. ગાંધીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org