________________
, રપ૮
જૈન સાહિત્ય સમારોહ–ગુચ્છ ૨
જૈન ધર્મમાં સમૂહકર્મનું તત્ત્વજ્ઞાન છે. સમૂહમાં કરેલાં કર્મનું પરિણામ ઉદયમાં આવતાં સમૂહમાં – સાથે ભોગવવું પડે. એમાં એવા કર્મની પ્રેરણા અને અનુમોદન આપનારને પણ એવા ભગવટામાં સમાવેશ થાય છે. સગર ચક્રવર્તીના સાઠ હજાર પુત્રોના એકીસાથે થયેલાં મરણના મૂળમાં સમૂહકમ હતું. એ ઉદાહરણ સમૂહ-કર્મનું તત્ત્વજ્ઞાન સમજાવવા માટે અવારનવાર અપાય છે. મુંબઈ જેવા શહેરમાં બિસ્માર હાલતમાં મકાને તૂટી પડતાં ચક્કસ
વ્યક્તિઓ કે સમૂહ ઇજા પામે, મરણ પામે કે ઓછીવતી મુશ્કેલીમાં મુકાય, એને સમૂહકર્મને ઉદય અને એનું પરિણામ લેખી શકાય. આગ, અકસ્માત કે વિરૂટને પણ એમાં સમાવેશ કરી શકાય. એમાં કર્મબંધન વખતે વ્યક્તિમાં રહેલી તીવ્રતા કે મંદતાને ભાવ એટલે કે તરતમભાવ ઉપર એને આધાર રહે છે. લૂંટ, અત્યાચાર કે બળાત્કારના સમૂહકર્મનો ભોગવટો એકીસાથે, સમૂહમાં કરવું પડે. લોકશાહી રાજ્યવ્યવસ્થા કે સંસ્થાકીય માળખામાં અન્યાય થાય, ભ્રષ્ટાચાર હેય, નિર્ણયમાં સર્વસંમતિ હોય, સભ્યો શાંત હોય અને અન્યાયને પ્રતિકાર કર્યા વિના અન્યાય કે ભ્રષ્ટાચાર ચાલુ રહે એમાં સૈન એ સૂચક સંમતિ લેખાય અને એથી સમૂહકર્મનું બંધન થાય. એમાં સભ્ય કેટલીક વાર પ્રગટ રીતે તે કેટલીક વાર પ્રચ્છનપણે આવા કર્મબંધનમાં ભાગીદાર હેય. પૂ. ગાંધીજીએ અહિંસક સત્યાગ્રહ દ્વારા અહિંસાને જેમ સામાજિક પરિમાણ આપ્યું તેમ કર્મ તત્વજ્ઞાનનું આ સામાજિક
સ્વરૂપ થયું. સરમુખત્યારશાહી કે રાજાશાહીને યુગમાં પણ કરિયાત વર્ગ ચિઠ્ઠીને ચાકર હોવા છતાં સાચી વાત સત્તાધીશોના લક્ષ પર ન લાવે કે સત્યનિષ્ઠ રહીને મક્કમતાપૂર્વક સત્તાધીશોના આદેશને અમલ કરવાનો ઇન્કાર ન કરે તો તે નોકરિયાત વર્ગ પણ સમૂહકર્મના બંધનમાં ભાગીદાર બને. પૂ. ગાંધીજીએ કરેલી સવિનય કાનૂનભંગ અને અસહકારની હિમાયત કે લેકતામક જ્ય- .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org