________________
ગાંધીજી અને કમ તત્ત્વજ્ઞાનનું સામાજિક સ્વરૂપ ૨૫૭ ભાવતી અભિવ્યક્તિ જાહેર નિવેદન દ્વારા કરી પણ ખરી. પૂ. ગાંધીજીએ એને શ્રદ્ધાયુક્ત પ્રત્યુત્તર પણ આપ્યું. પૂ. કાકાસાહેબ કાલેલકરને પણ ગાંધીજીના આ ‘અસાધારણ ન્યાય'ની વાત જચી. ન હતી. એમણે પૂ. ગાંધીજી સાથે આ ભાખત વિચાર-વિનિમય પણ કર્યા. અલબત્ત, પૂ. ગાંધીજીની શ્રદ્ધા અને તર્કને એમની ૫.સે કાઈ પ્રત્યુત્તર ન હતા. એમને એમ પણ લાગ્યું હતુ` કે ગાંધીજીની શ્રદ્ધા સંપૂણ હતી, દોષરહિત હતી; પરંતુ એનું ચાક્કસ ઘટના સાથેનું સોંકલન ન્યાયયુક્ત ન હતુ.. Truth called them differentlyની પ્રસ્તાવનામાં પૂ. કાકાસાહેબે લખ્યું: ' His Faith was unerring, but its application unjustifiable.'
પ્રકૃતિ અને સૃષ્ટિના નિયમેા અને કેટલીક ઘટનાએ બૌદ્ધિક રીતે સમજવી-સમન્તવવી કયારેક મુશ્કેલ અને અશકય પણુ છે. આમ છતાં એવી ઘટનાને સમજવા-સમજાવવા માનવી અનુમાન કરે છે. એવુ' અનુમાન – તારણ દ્વિ-પરિમાણી છે: (૧) તાર્કિક રીતે સમજી-સમજાવી ન શકાય એવું અનુમાન, એમાં ગમે તેટલી શ્રદ્ધા હોય તા પણ સમૂહની દૃષ્ટિએ અંધશ્રદ્ધામાં ખપે; અધશ્રદ્ધાને પૈષનારુ' ગણાય. (ર) બૌદ્ધિક સીમાડાની પેલે પારની બાબતા કે ઘટના અંગે ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી, એટલુ જ નહિ પરંતુ, આપણા જીવન સાથે, આપણાં સારાં-નરસાં ખાસ કરીને નારાં - કૃત્યો સાથે, આપણા સમૂહજીવન સાથે અવિનાભાવ સબંધ છે એમ સમજવુ, આપણા જીવનમાં જે કંઈ અન્યાયયુક્ત હૈાય તે અ ંગે આવી ઘટનાને ચેતવણીરૂપ સમજી આત્મનિરીક્ષણુ કરવુ' અને આંતરશુદ્ધિ તેમજ સમાજશુદ્ધિ માટે એ અ°ગે જાગૃતિ દાખવવી. કુદરતની કૃપા અને પતે આપણે આ રીતે સમજીએ છીએ. એમાં ય કુદરતી કાપ અને અભિશાપમાં પણ આશીર્વાદ. છુપાયેબ્રાં છે. એમ આપણે સમજીએ છીએ એની આ ભૂમિકા છે. ૨-૧૭
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org