________________
૧૭
ગાંધીજી અને કર્મ તત્ત્વજ્ઞાનનું
- સામાજિક સ્વરૂપ
પન્નાલાલ ૨. શાહ
ઈ. સ. ૧૯૩૪ માં બિહારમાં ધરતીકંપ થયો. રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીએ આ ઘટનાને હિંદુ સમાજના કલંકરૂપ અસ્પૃશ્યતાના અન્યાયી વલણ સાથે સાંકળી, કુદરતની આ ઘટનાને અસ્પૃશ્યતાના ફળસ્વરૂપ લેખાવી હતી. તેમણે કહ્યું : “આપણામાંથી જેમને ઇશ્વર પર શ્રદ્ધા હોય તેમણે માનવું જોઈએ કે આ અવર્ણનીય આપત્તિની પાછળ પણ મનુષ્યનું કલ્યાણ કરનાર ઈશ્વરી હેતુ રહેલે હશે. તમારે મને વહેમી કહેવો હોય તે ભલે કહેજે; પણ મારા જેવા માણસથી. એમ માન્યા વિના રહેવાતું નથી કે આ ધરતીકંપ એ ઈશ્વરે આપણુ પાપને માટે મેકલેલી સજા છે. હડહડતા નાસ્તિકને પણ એટલું ચોખ્ખું દેખાવું જોઈએ કે આવા ઉત્પાતનું કારણ ઈશ્વરી ઈરછા સિવાય બીજું હેઈ શકે નહિ. * * * મારે મન બિહારની આફત અને અસ્પૃશ્યતાનિવારણ કરવા માગનાર સુધારકે આ ધરતીકંપને અસ્પૃશ્યતાના પાપની સજારૂપ ગણે”
કોઈ પણ ભૌગોલિક હકીકત કે સચરાચર સૃષ્ટિની ઘટનાને વૈજ્ઞાનિક ઢબે સમજવી–સમજાવવી જોઈએ. એને બદલે ગાંધીજી જેવી વિભૂ તિ આ ભૂકંપને અસ્પૃશ્યતાના પાપની સજારૂપ ગણે એ હકીકત વિસ્મયજનક લાગે. આવું અતાર્કિક કારણ આપવામાં પ્રજના વહેમેને પોષણ આપવા જેવું પં, જવાહરલાલ નહેરુ અને કવિવર ટાગોરને લાગ્યું હતું. કવિવર ટાગોરે પોતાના આવા પ્રતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org