________________
૨૫૨
જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ ૨
વાર પીયું તે પ્રભના પીત મા
પીઠું છે તેથી શરાબની પ્યાલી સત્યાનાશ નેતરનારી છે તેમ માનવા છતાં વારંવાર પીઠું નજરે પડતું હોવાથી આખરે વિવશ બનીને ન કરી લે છે. પ્રલોભનેનું પીઠું ત્યાં ન જ હેત તે તેને ભેગ બન્યા હેત ખરે ? ના બન્યા હેત આ બધાં ઉદાહરણથી એમ દલીલ કરાય કે પ્રલોભનોથી દૂર રહેવું એ જ રાજમાર્ગ છે. એ જ બચવાને રામબાણ ઉપાય છે. તે આ દલીલમાં સત્યાંશ છે એ કબૂલ પરંતુ તે પૂર્ણ સત્ય નથી. કઈ રીતે ? – તે હવે જોઈએ. નોકરે ૧૫૦૦ રૂપિયાની ચોરી કરી તે ટેબલ પર પડી રહેલા ૧૫૦૦ રૂપિયાની ચેરીની વૃત્તિ થવાનું નિમિત્ત કારણ કહેવાય છે. પરંતુ ધારો કે તેણે ચોરી ન જ કરી હોત તે ટેબલ પર પડેલા રૂપિયા ચોરીનું કારણ કહેવાય ખરા ? સમજવાની જરૂર છે કે રૂપિયા ચોરીનું કારણ નથી પરંતુ રૂપિયામાંની નોકરની આસક્તિ ચોરીનું કારણ છે. નાણાંની આસક્તિ ચોરી કરાવે છે. આસક્તિ ન હોત તે ટેબલ પર રૂપિયા પડયા હેવા છતાં ચેરી ન થાત એ સુંદરીને જોઈને તેને વિકાર ન થયે હેત તે તે સુંદરી વિકારનું કારણ ન જ ગણત. અને વિકાર થયો પરંતુ એ જ સુંદરીને જોઈને ત્યાં ઊભેલા તેના ભાઈ ને કે અન્ય લોકોને કે એક યોગીને વિકાર થતો નથી. જે સંદરી જ વિકારનું કારણ હોત તે આ બધાંને પણ વિકાર થવો જ જોઈએને? મતલબ કે સુંદરી કે કોઈ પણ નિમિત્ત વિકારનું સાચું કારણ નથી. ના અંતરંગમાં ઉપ દાન-ભાવ-મલિન-વિકારી છે. તિથી જ સુંદરીને જોઈને વિકાર થાય છે. એ મલિન ઉપાદાન કારણ એ જ વિકારનું વાસ્તવિક કારણ છે. જે લત્તામાંનું પીઠું જ પના નશાનું કારણ હેત તે એ પીઠું બીજાઓના નશાનું પણ કારણું બનવું જોઈએને? પરંતુ નથી બન્યું. લત્તામાંના ઘણું લેકે પીઠની સામે રહેવા છતાં તેને ભોગ નથી બન્યા. પીઠું નહિ પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org