________________
બ્રહાચર્યસાધનાની જેનશૈલી
૨૫
શરાબના સ્વાદની રસવૃત્તિ વિના નશાનું સાચું કારણ છે. મતલબ કે પ્રલોભનોથી દૂર જ રહેવું એમ એકાંતે કહેનાર એમ માનીને તેમ બોલે છે કે પ્રલોભનવાળી વસ્તુથી જ પતન થાય છે. પરંતુ તે વાત સત્ય નથી એ આપણે ઉપર જોઈ ગયા. પ્રલોભનોથી દૂરભાગનાર એ પ્રલેભનવાળી ચીજને જ પતનનું કારણ માનીને દૂર ભાગે છે. અંતરમનની આસક્તિનું કારણ તેના ધ્યાનમાં આવતું નથી. તેથી તે આસક્તિથી મુક્ત થવાને પ્રયત્ન પણ કરી શકતા. નથી. નિયમ રચીને તે પ્રલોભનોથી દૂર ભાગતા રહે પરંતુ જ્યારે પણ તેવું નિમિત્ત સામે આવી જ જાય ત્યારે તે બચી શકતા. નથી. પૌરાણિક કથા છે કે ઋષ્યશૃંગે કદી સ્ત્રી જોઈ ન હતી. જે તે યુવાન બને ત્યારે આકરિમક માત્ર એક વાર નારીનું ગીત સાંભળતાં તેના કંઠ પર અને પછી તેને જોવાનું બનતાં તેનારૂપ પર મોહાંધ બનીને પતન પામી ગયે.
ઉપાદાનદિના આંતરિક કારણોને જ મહત્ત્વ આપનાર અને તેથી બાહ્ય નિમિત્ત કારણ (પ્રલોભન) કાંઈ નુકસાન કરી શકે નહિ. તેમ એકાંતે માનનાર સાધક પણ પતન પામે છે, કારણ કે નિમિત્ત – પ્રલોભન પ્રત્યે બેદરકાર એ તે બેદરકારીને કારણે નિમિત્ત સામે આવતાં લપસી પડે છે. સત્ય વલણ એ છે કે પ્રલભોના વિકારનાં જે જે આંતરિક કારણે હોય તેને જ સાચાં કારણું માનીને તેમનું શુદ્ધિકરણ કરતાં જવું. આમ છતાં જેટલું શુદ્ધિકરણ ઓછું તેટલે અંશે નિમિત્ત કારણ – પ્રલોભને વિઘાતક અસર કરે જ એ પણ સ્વીકારવું, અને તેથી વિધાતક અસરથી બચવા નિમિત્તથી – પ્રલોભનથી દૂર રહેવા સાવધાની રાખવી. મનમાં તે એમ જ માનવું કે અશુદ્ધિનું – વાસનાનું વાસ્તવિક કારણ. તે આંતરિક જ છે. આથી એ અશુદ્ધિ દૂર કરવાનો પ્રયત્ન ચાલુ રહેશે અને તેથી ક્રમશઃ વિકાસ વધતાં નિમિત્તની પ્રલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org