________________
છો જૈન સાહિત્ય સમારોહ
- ૭ ગાંધીજી અને કર્મતત્ત્વજ્ઞાનનું સામાજિક સ્વરૂપ”
ઈ. સ. ૧૯૩૪ માં બિહારમા ધરતીકંપ થયો ત્યારે ગાંધીજીએ આ ઘટનાને હિન્દુ સમાજના કલંકરૂપ અસ્પૃશ્યતાના ફલસ્વરૂપ લેખાવી હતી. ગાંધીજીએ ધરતીકંપનું આપેલ કારણ પ્રતીતિકર નથી એમ જણાવી શ્રી પન્નાલાલ ૨, શાહે જણાવ્યું હતું કે અસ્પૃશ્યતાના કારણે આપત્તિ આવી હોય તો જેમને અન્યાય થયો છે એ વર્ગ પણ ધરતીકંપવાળા વિસ્તારમાં વચ્ચે હેઈ તેમને પણું સહન કરવું જ પડે. વધુમાં જ્યાં ભૂકંપ થયો નથી ત્યાં પણ આવા અન્ય યનું આચરણ થવા છતાં એવા વર્ગ પર આપત્તિ આવી નથી હોતી એટલે ગાંધીજીને તર્ક ન્યાયયુક્ત નથી એમ એમણે ઉમેર્યું હતું. આ સંદર્ભમાં એમણે સ્પષ્ટ સમજાવ્યું હતું, કે જૈન ધર્મનું સમૂહકર્મનું તત્ત્વજ્ઞાન આવા પ્રશ્નનું નિરાકરણ આપે છે અને તે પ્રતીતિકર નીવડે છે. સમૂહમાં કરેલા કર્મનું પરિણામ ઉદયમાં આવતા એવા કર્મને ભેગવટો સાથે કરવો પડે અને એવા કર્મની પ્રેરણા આપનાર અને એનું અનુમોદન કરનારને પણ એવા ભગવટામાં સમાવેશ થાય છે એમ એમણે ઉમેર્યું હતું. સમૂહકર્મના આ તત્ત્વજ્ઞાનને વ્યાપકપણે સામાજિક પરિમાણ આપી શકાય તેમ છે. અને આજના અશિસ્તભર્યા, બેજવાબદાર વલણ સામે આ તત્ત્વજ્ઞાન ઉપયોગી નીવડી શકે એમ એમણે જણાવ્યું હતું. પંડિત સુખલાલજી
પં. સુખલાલજી વિશે બે નિબંધ ૨જૂ થયા હતા. અમદાવાદના શ્રી પ્રીતિબહેન અનુભ ઈ શાહે પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીની આત્મકથાઃ મારું આત્મવૃત્તાંત એ વિશે નિબંધ રજૂ કર્યા હતા,
જ્યારે મુંબઈના પ્રા ગુલાબ દેઢિયાએ “પં. સુખલાલજી” એ શીર્ષક હેઠળ નિબંધ રજૂ કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org