________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ આપવા માટે કરેલી ઘટના છે. તે દેવકૃત, મનુષ્યત અથવા તિયચકૃત હોઈ શકે છે. કર્મોદય ભયંકર હોય તે રાગ દ્વારા અશાતા અનુભવીએ. તેને આત્મસંવેદનીય ઉપસર્ગ કહી શકાય. કોલેરા, મરકી વગેરે ઉપદ્રવ મોટા ભયરૂપે આવે તે ઉપસર્ગ. આત્માને કોઈપણ પ્રકારે ચલિત કરનાર ભય તે ઉપસર્ગ. સ્વા ઉપસર્ગ વખતે પણ ગજસુકુમાલ, મેતાર્યમુનિ વગેરેની જેમ જેમ સમતાભાવ ધારણ કરી આત્મલીન રહે છે તેઓ સંસારસાગર તરી જાય છે. શ્રી વીરચંદ ગાંધી વિષે ડો. કુમારપાળ દેસાઈ
ઈ. સ. ૧૮૯૩માં શિકાગોમાં મળેલી વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી વીરચંદ રાઘવજી ગાધી વિષે ડો. કુમારપાળ દેસાઈએ નિબંધ રજૂ કર્યો હતો. એમણે, જૈન સમાજને ટકોર કરતાં કહ્યું કે ઘરદીવડાઓને ભૂલી જનારે આપણે સમાજ વીરચંદભાઈનાં સિદ્ધિ અને સામર્થ્યને વીસરી ગયે છે. જે પ્રજા પિતાના ચેતનગ્રન્થ જેવા સત્વશીલ પુરુષને વીસરી જાય છે એ પ્રજાની ચેતના કુંઠિત બની જાય છે.
શ્રી વીરચંદભાઈના જીવનનાં વિવિધ પાસાઓ રજૂ કર્યા બાદ એમણે કહ્યું હતું, કે એમના જીવનમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તની ભાવના સાચા જૈનને જોબ આપે તેવી, સાંપ્રદાયિક આગ્રહે અને પૂર્વગ્રહથી મુક્ત એવી તટસ્થ એમની વિચારસરણું છે. શુદ્ધ અંગ્રેજી ભાષા, સ્વાભાવિક રજૂઆત અને તલસ્પર્શી અભ્યાસનો ત્રિવેણીસંગમ એમનાં પ્રવચનમાંથી પ્રગટે છે. એમનામાં ધર્મપ્રચારકની ધગશ છે પણ એ ધગશ આડંબર કે સપાટી પરની બની રહી નથી. ધર્મપ્રચારના ઉત્સાહની સાથે અભ્યાસશીલતાનું સમીકરણ થતાં એમનાં વક્તવ્ય સુશિક્ષિત અમેરિકન સમાજને સ્પર્શી ગયાં હતાં, એમ તેમણે ઉમેર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org