________________
૨૧૮
જૈન સાહિત્ય સેમારોહ – ગુરછ ૨
પિતાની અશક્તિ દર્શાવી ત્યારે શાસનદેવીએ કહ્યું, “તમારામાં આ કાર્ય કરવાની યોગ્યતા છે. તેમ છતાં તમને કોઈ બાબતમાં સંદેહ થાય તે મને પૂછજો. હું મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સિમંધર સ્વામી પાસેથી તેને ઉત્તર લઈ આવીશ.”
શ્રી અભયદેવસૂરિએ નવ અંગ પર વૃત્તિ રચવાનું કાર્ય શરૂ કર્યું. જ્યાં સુધી આ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી આયંબિલની તપશ્ચર્યા ચાલુ રાખી. અંતે નવેય અંગની વૃત્તિની રચના પૂર્ણ કરી.
ત્યાર બાદ શ્રી અભયદેવસૂરિના અંગે કેઢ ઉત્પન્ન થયું. તે જોઈ કેટલાક ષી લોકો કહેવા લાગ્યા, કે તેમણે ઉસૂત્ર પ્રરૂપણું કરી છે. તેથી શાસનદેવે કોપાયમાન થયા છે. તેથી તેમને કેઢ થયે છે.” આચાર્યશ્રી આ સાંભળી ઉદિન રહેતા એક વાર ધરણેન્દ્ર નાગરાજે પ્રગટ થઈને તેમને કહ્યું, “મેં તમારા દેહને નીરોગી કર્યો છે. હવે તમે ચિંતા છોડીને જિનબિંબને ઉદ્ધાર કરી શાસનપ્રભાવના કરે” ધરણેન્દ્ર નાગરાજે વધુમાં કહ્યું, “શ્રીકાંતા નગરીને ધનેશ ના મને શ્રાવક એક વખત વહાણ લઈને સમુદ્રમા જઈ રહ્યો હતો ત્યારે સમુદ્રના અધિષ્ઠાયક દેવે તે વહાણ તંભિત - કર્યું. આથી તે શ્રેષ્ઠિએ તે અધિષ્ઠાયક દેવના કહેવાથી તે જગ્યાએથી જિનેશ્વરદેવની ત્રણ પ્રતિમાઓ બહાર કાઢી તેમાંથી એક પ્રતિમા ચારૂપ (પાટણ પાસે) તીર્થમાં સ્થાપિત કરી. બીજી પાટણમાં અરિષ્ટનેમિ પ્રભુના મંદિરમાં સ્થાપિત કરી ત્રીજી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા સ્થંભનપુરના નજીક સેઢી નદીના કિનારે આવેલા વડના ઝાડની નીચે ભૂમિમાં સ્થાપિત કરી. તે સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા તમે પ્રગટ કરે, કારણ કે ત્યાં મહાતીર્થં થવાનું છે. ભૂમિમાં રહેલા આ બિબના પ્રભાવે રસસિદ્ધ નાગાર્જુને રસસિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને તેણે સ્થંભનપુર નગરની સ્થાપના કરી કતી.” એમ કહીને ધરણેન્દ્ર અદશ્ય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org