________________
જયતિહુઅણ સ્તોત્ર
૨૧૯ શ્રી અભયદેવસૂરિએ આ બના શ્રીસંઘને કહી. શ્રીસંઘે પ્રભુના દર્શન માટે તૈયારીઓ કરી. ધોળકાથી નવસે ગાડાં જેડીને આચાર્ય મહારાજની આગેવાની નીચે બીસંધ સેઢી નદીના કિનારે પહે-- આ સંઘને દોરનારા બે ભેદી અશ્વો હતા તે અહીંથી અદશ્ય થયા. શ્રી અભયદેવસૂરિએ ગાયે ચરાવતા ગોવાળને પૂછયું, “આટલામાં કઈ પૂજનનું સ્થાન છે ?” ત્યારે એક ગોવાળિયાએ કહ્યું, “પાસેના ગામમાં મહીણુલ નામને એક મુખી પટેલ રહે છે તેની ગાય અહીં. આવીને આપમેળે દૂધને પ્રક્ષાલ કરી જાય છે. બધું દૂધ અહીં જ વહાવીને તે ઘેર પાછી ફરે છે. ઘેર દેહવામાં આવતાં ટીપું પણ દૂધ આપતી નથી તે એક કોયડે છે.” તે સ્થાન પર જઈને શ્રી અભયદેવસૂરિએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતું એક સ્તોત્ર રચ્યું. આ સ્તોત્ર “જયતિહુઅણુ' શબ્દથી શરૂ થતું હતું. ૩૨ ગાથાનું આ સ્તોત્ર બેલાતાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ પ્રગટ થયું. આચાર્ય મહારાજે તથા શ્રીસંઘે વંદન કર્યું. આચાર્ય મહારાજને વ્યાધિ દૂર થશે. •
શ્રીસંઘે પ્રતિમાની વિધિપૂર્વક પૂજા કરી. તે સ્થળે મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. જિનમંદિર તૈયાર થતાં શ્રી અભયદેવસૂરિએ જિનવેિબની પ્રતિષ્ઠા કરી.
પ્રતિષ્ઠાવિધિ થયા પછી રાત્રે ધરણેન્દ્રદેવે આવીને આચાર્ય શ્રીને વિનંતી કરી, “જયનિહુઅણ સ્તોત્રમાંની કેટલી બે ગાથાઓ આપ ગોપવી દે, કારણ કે આ ગાથાઓના પ્રભાવે મારે કેટલાક અગ્ય મણસો સમક્ષ હાજર થવું પડશે. આચાર્યશ્રીએ તે બે ગાથાઓ ગોપવી દીધી, તેથી વર્તમાનમાં આ સ્તોત્રની ત્રીસ ગાથાઓ. જ છે. શ્રી અભયદેવસૂરિ કર્ણદેવના સમયમાં વિ. સં. ૧૧૩૫માંકપડવંજમાં દેવલોક પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org