________________
જયતિહુઅણ તેત્ર
જયેન્દ્ર એમ. શાહ
ભગવાન શ્રી પાર્શ્વનાથનાં તાત્રોમાં અપભ્રંશ ભાષામાં નવાંગી ટીકાકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિએ રચેલા “જયતિહુઅણ” તેંત્રનું વિશિષ્ટ સ્થાન છે. સ્તોત્રના પ્રથમ શબ્દ “જયતિહુઅણુથી ઓળખાતા આ સ્તોત્રના કર્તા વિષે “શ્રી પ્રભાવચરિત્ર'ના ૧૯ મા શ્રી અભયદેવસૂરિ પ્રબંધમાં માહિતી આપવામાં આવી છે. - માલવદેશની રાજધાની ધારાનગરીમાં રાજા ભોજ રાજ્ય કરતા હતે તે નગરમાં લક્ષ્મીપતિ નામે એક શ્રેષ્ઠિ હતો. તેને ઘેર શ્રીધર અને શ્રીપતિ નામના બ્રાહ્મણ વિદ્વાને રહેતા હતા. આ બંને વિદ્વાને શ્રી વર્ધમાનસૂરિ પાસે દીક્ષા લઈને જિનેશ્વર તથા બુદ્ધિસાગરને નામે પ્રસિદ્ધ થયા હતા. જિનેશ્વરસૂરિએ ધારાનગરીના મહીધર શ્રેષ્ઠિના પુત્ર અભયકુમારને દીક્ષા આપી. આ શિષ્ય અભયદેવ તરીકે જાણીતા થયા. તેમને સંવત ૧૮૮૮ માં આચાર્ય પદવી આપવામાં આવી. શ્રી અભયદેવસૂરિ પ્રત્યપદ નામના નગરમાં પધાર્યા તિવામાં તેમના ગુરુ જિનેશ્વરસૂરિ સ્વર્ગવાસી થયા.
તે પ્રદેશમાં ત્યારે ભયંકર દુષ્કાળ પડ્યો હતો. તેથી સિદ્ધાંતો અને વૃત્તિઓને ઉરછેદ થવા લાગે એક વખત શાસનદેવીએ શ્રી અભયદેવસૂરિને કહ્યું, “અગાઉ શ્રી શીલાંગકટિ આચાયે અગિયાર ‘અંગની વૃત્તિ રચી હતી તેમાંથી કાળપ્રભાવે હાલમાં બે અંગની નવૃત્તિ બચી છે, બાકીની બધી વિચ્છેદ' ગઇ છે. માટે હવે તમે . અંગની વૃત્તિ રો.” શ્રી અભયદેવસૂરિએ જ્યારે આ કાર્ય કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org