________________
જેને પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ
૨૦૩
પમાડયો હતો. આજે પણ ભક્તામર સ્તોત્રના પાઠને નિત્ય નિયમ કેટલાક આચાર્યો જાળવી રહ્યા છે.
કલ્યાણમંદિર સ્તોત્ર સિદ્ધસેનસૂરિની એક અજોડ કૃતિ છે. આ કાવ્ય અત્યંત બુદ્ધિપ્રધાન અને મનહર છે. ઉજજૈનના મહાકાલ પ્રાસાદમાં આ કાવ્ય રચવામાં આવ્યું હતું અને તેના પ્રભાવથી પાર્શ્વ પ્રભુની પ્રતિમા પ્રગટી હતી,
શ્રી જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર તરફથી શ્રી શીલવિજયજી-વિરચિત ચારે દિશાનાં તીર્થોની તીર્થમાળા અર્થ સહિત પ્રગટ કરવામાં આવેલ છે. તેમાં દરેક દિશાનાં તીર્થોનું વર્ણન. પદ્યમાં કરવામાં આવેલું છે.
આ પુસ્તકના પાના ૨૩ માં પશ્ચિમ દિશાનાં તીર્થોનું વર્ણન. કરતાં અંતે કળશમાં મુનિશ્રીએ જણાવ્યું છે કે
ઈમ અનેક તીરથ અ છે સમરથ પ૭િમ દિશે સહામણા, જય જયકારક શિવ સુખકારક ત્રિભુવનનાયક જિન તણું; સંવત શશી મુનિ વેદ રસ (૧૭૪૬) ભરી આસો માસે અનુભવી, બુધ શિવવિજય શિષ્ય શીલ સેવી વદે આણંદ વિનવી.”
(ગાથા ૮૫):તેઓશ્રીએ પૂર્વ દિશાનાં તીર્થોની યાત્રા સંવત ૧૭૧૧ અને. ૧૭૧૨ માં પૂર્ણ કરી તથા દક્ષિણ દિશાનાં તીર્થોની યાત્રા સંવત૧૭ર૧ અને ૧૭૩૮ માં કરી તે સંબંધમાં ઉપસંહાર કરતાંજણાવે છે કે
ત્રણ ગતિને ત્રિભુવન તણાં, શાશ્વતા અશાશ્વતા સહામણા, જે અપૂર્વ સુણિયા પીઠ, તે ત્રિકાળે પ્રણમું દીઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org