________________
અનુમાન પ્રમાણને આધારે અનુયોગસૂત્રને કાલનિર્ણય ૧૧
ક્ષાનાંગની જેમ અનુદારસૂત્રમાં ૧૩ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ–આ ચાર ભેદની ચર્ચા છે, અને તે તે સમયના દાર્શનિકોના મતને અનુરૂપ જ હેાય એમ સ્વીકારવું પડે, કેમ કે આગમકાળના જૈન શાસ્ત્રકારોએ પ્રમાણભેદની બાબતમાં સ્વતંત્ર વિચાર નથી કર્યો પરંતુ તે કાળે પ્રસિદ્ધ અન્ય દાર્શનિકોના વિચારોને સંગ્રહ માત્ર કર્યો છે. ૧૪ અન્ય દાર્શનિકમાં અક્ષપાદ, ચરક અને નાગાર્જુને આ ચાર ભેદ સ્વીકાર્યા છે એટલે કે અનુચેગઠારસૂત્ર, ન્યાયસૂત્ર, ચરકસંહિતા અને ઉપાહદયની પરંપરાને અનુસરે છે. (અનુમાન) ભેદ :
ન્યાયદર્શનમાં અનુમાનભેદની ત્રણ પરંપરાઓ જોવા મળે છે? ૧. ન્યાયસૂત્રોક્તપ ત્રણ ભેદની પરંપરા . ૨. ઉદ્યોતકરની કેવલાન્વયી આદિ ત્રણ ભેદની પરંપરા
૩. જયંતભટ્ટ-સ્વીકૃત પ્રશસ્તપાદક્ત૮ ( વશેષિક) સ્વાર્થ–પરાર્થ દ્વિવિધ ભેદવાળી પરંપરા.
અનુમાનભેદની ઉપરોક્ત ત્રણ પરંપરાઓ સ્વાર્થ-પરાર્થ એવા બે ભેદની પરંપરા પાછળની છે. ન્યાયસૂત્ર અને તેના ભાષ્ય સુધી આ પરંપરા જોવા મળતી નથી. સર્વપ્રથમ બૌદ્ધોમાં હિંગ નામના (ઈ. સ. ૪૫૫) પ્રમાણ સમુચ્ચયમાં ૧૯ અને વૈદિકામાં પ્રશસ્તેપાદના ભાષ્યમાં જ સ્વાર્થ અને પરાર્થ એવા બે ભેદ દેખાય છે. કેવલાન્વયી આદિ ત્રણ ભેદની પરંપરા ન્યાયસૂત્રના ભાષ્યકાર ઉદ્યોતકરથી (ઈ. સ. ૫૫૦) શરૂ થાય છે. ઉદ્યોતકરે શેષવત્ આદિ ત્રણ ભેદની પરંપરા પણ સ્વીકારી છે. અનુગારસૂત્રમાં પણ શોમવત આદિ ત્રણ ભેદની પરંપરા છે. આથી અનુયાગદ્વારને રચનાસમય ઉદ્યોતકરની પહેલાંને ગણવો જોઈએ. વળી, ન્યાયસૂત્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org