________________
-૧
જન સાહિત્ય સમારોહ – ગુચ૭ ૨. ૩ આંતરિક પ્રમાણે બે પ્રકારનાં છેઃ (અ) અનુયોગદ્વારસૂત્રમાં જે ગ્રંથને ઉલ્લેખ મળે છે તેમને સમય, અને (બ) અનુગદ્વારમાં પ્રમાણચર્ચા.
(અ) અનુગદ્વારસૂત્રમાં લૌકિક શ્રુતના પરિચય પ્રસંગે (સૂ-૪૯) ૧૯ ગ્રંથનાં નામ આપવામાં આવ્યાં છે. સૂત્ર ૩૦૮ સંધૂથ નામની ગણનામાં તરંગવતી, મલયવતી, આત્માનુશાસ્તિ અને બિંદુ એ ચાર ગ્રંથને ઉલ્લેખ છે. પરંતુ આ નામો અનુચિગદ્વારને રચના-સમય નિશ્ચિત કરવામાં બહુ ઉપયોગી બનતાં નથી. માત્ર તરંગવતીને આધારે તેની પૂર્વમર્યાદા નક્કી કરી શકાય. તરંગવતીની રચના આચાર્ય પાદલિપ્તસૂરિએ કરી છે. તેમને સમય વિક્રમની પ્રથમ શતાબ્દીને છે. એટલે અનુયોગકારની રચના વિક્રમની પ્રથમ શતાબ્દી પછી થઈ હશે એમ કહી શકાય. પરંતુ કેટલા સમય પછી, એ નક્કી કરવું સરળ નથી. વળી અન્ય ગ્રથની જેમ આ નામ પણ પાછળથી ઉમેરવામાં આવ્યું હોય એમ બની શકે. છતાં આ તેની પૂર્વમર્યાદા છે એમ સ્વીકારવામાં બાધ ન આવે.
(બ) અનુયોગદ્વારમાં પ્રમાણચર્ચા અને ખાસ કરીને અનુમાનભેદની ચર્ચા તેને સમય નક્કી કરવામાં મદદરૂપ થાય છે. પ્રમાણભેદ .
પ્રમાણભેદની બાબતમાં પ્રાચીન કાળમાં અનેક પરંપરાઓ પ્રસિદ્ધ હતી. ન્યાયસૂત્ર, ચરકસંહિતા" અને ઉપહંદયમાં પ્રત્યક્ષ, અનુમાન ઉપમાન અને આગમ – આ ચાર ભેદની ચર્ચા છે. ઈશ્વરકૃષ્ણની સાંખ્યકારિકા, પતંજલિના યોગસૂત્ર, યોગાચાર અને ભૂમિશાસ્ત્રમાં પ્રત્યક્ષ અનુમાન અને આગમ–આ ત્રણ ભેદ સ્વીકારવામાં આવ્યા છે. વશેષિકસૂત્રકાર, પ્રશસ્તપાદ, દિનાગ• અને ધમકીર્તિએ પ્રત્યક્ષ અને અનુમાન એવા બે ભેદની ચર્ચા કરી છે. ભગવતી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org