________________
નીતિવાક્યામૃત'માં રાજ-પ્રતિબોધ
૧૮૭" રાજ પોતે જ લાંચથી કમાવાને રસ્તો લેકેને ચીધે તે દેશ, શિ, મિત્ર અને તંત્ર આ બધાનો નાશ કરે છે (૧૭-૪૮).
રાજ પિતે શુદ્ધ હેય પણ અવિચારીપણે રાજ્યનાં સાધનને ઉપયોગ કરે તો રાજયને ભારે હાનિ પહોંચાડે છે. જે રાજા પિતાના તંત્રને પેષવા માટે રાજ્યનાં સાધનેને ખોટી રીતે ઉપયોગ કરે છે તે તો કર્મચારીઓ માટે ઉત્સવરૂપ બની જાય છે. કારણ કે એથી તેમને દ્રવ્યનું ભક્ષણ કરવાનો મોકો મળી જાય છે; પણ તેમ કરતાં રાજ્યનો ખજાને ખાલી થઈ જાય છે – વાસ્થાશ્વતત્રઘોષ વિવોનીનામુત્સવો મહાન શિક્ષચ (૮-૪).
સોમદેવના ઉપયુક્ત રાજપ્રતિબોધને લગતાં કેટલાંક વાકયા મૃત સર્વકાલના રાજકર્તાઓને સરખી રીતે લાગુ પડે તેવાં છે. એમાં ઉત્તમ રાજાઓના આદર્શો તો વ્યક્ત થયા જ છે, એ ઉપરાંત રાજ સાચા અર્થમાં “લોકપાલ કેવી રીતે બની શકે તેના માર્ગ દર્શક સિદ્ધાંતો પણ આપ્યા છે. આમ સાચા અર્થમાં લોકપાલ બનવા ઝંખતા રાજ માટે “નીતિવાક્યામૃત” એક ઉત્તમ વહી. બની શકે એમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org