________________
“નીતિવાક્યામૃત'માં રાજ-પ્રતિબોધ
ડો. પ્રવીણચંદ્ર ચિ. પરીખ
જૈન વિદ્વાનોએ લખેલી સેંકડો કૃતિઓમાં પ્રસંગોપાત રાજનીતિની ચર્ચા અને રાજાને પ્રતિબંધ કરતા પ્રસંગે વારંવાર આવે છે. તદુપરાંત જૈન વિદ્વાનોએ સ્વતંત્રપણે રાજનીતિની ચર્ચા કરતા કેટલાક ગ્રંથે પણ લખ્યા છે, તેમાં દિગંબર સંપ્રદાયના આચાર્ય સોમદેવસૂરિકૃત “નીતિવાકયામૃત” વિખ્યાત છે. સોમદેવસૂરિ તેમના “યશસ તિલકચપૂ” નામના કાવ્યને લઈને વિશેષ ખ્યાતિ પામ્યા હતા. .
૧૦ મી સદીના ઉત્તરાર્ધમાં કન્નડ દેશમાં થઈ ગયેલા આ આચાયે “નીતિવાકથામૃ’ના ૩૫ સમુદેશમાં ધર્મ, અર્થ, કામ, આન્વીક્ષિકી, દંડનીતિ, મંત્રી, પુરોહિત, સેનાપતિ, દૂત, સ્વામી, અમાત્ય, જનપદ દુર્ગ, કેશ, બલ, મિત્ર, રાજ રક્ષા, યુદ્ધ વગેરે વિષયોની વિશદ છણાવટ કરી છે. અલબત્ત આમાં પોતાની પૂર્વે થઈ ગયેલા કૌટિલ્યાદિ અનેક રાજનીતિવિશારદેનાં વિધાને તે તેઓએ લીધાં જ છે. તે ઉપરાંત પોતે દેશકાલેચિત જૂનાં વલણ છોડી દઈને નવાં વલણ અને દૃષ્ટિકોણને પણ અપનાવ્યાં છે, આથી આ કૃતિમાં ગ્રંથકર્તાના અનુભવની વાણું પણ વણાઈ ગઈ છે. પ્રસ્તુત નિબંધમાં ખરા અર્થમાં રાજા “લોકપાલ"કેવી રીતે બની શકે તે માટે સોમદેવસૂરિએ રાજાને કરેલા પ્રતિબોધનું સંક્ષિપ્ત વિશ્લેષણ પ્રસ્તુત છે.
(૧) સમદેવ રાજાને સમાજજીવનનું અનિવાર્ય એ હૈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org