________________
૧૮૨
તરીકે ઓળખાવવામાં આવ્યું છે. ત્યાંની પ્રચલિત વાતા તથા લેખાની હકીકત પ્રમાણે આ મદિર બાંધનારાનાં નામ ધન્નાશા અને રત્નાશા છે. આ બંને ભાઈઓ હતા. એક રાત્રે ધનાએ સ્વપ્નમાં એક વિમાન દેખ્યુ. તેથી તેણે કેટલાક સેામપુરાને ખેાલાવ્યા અને તે વિમાનનું વન કયુ. અને તેના પ્લાન ખનાવવા જષ્ણુાવ્યું . દીપા નામના સામપુરાના પ્લાન પસંદ કરવામાં આવ્યા, કારણ કે સ્વપ્નમાં જોયેલા વિમાનની તેણે બરાબર નકલ ઉતારી હતી. આ દેવાલયને મૂળ સાત માળ કરવાના હતા, જેમાંના માત્ર ચાર કરવામાં આવ્યા હતા. આ દેવાલય અધૂરું રહ્યું હોવાથી હાલ પશુ રત્નાના વહેંશના માણસા અસ્ત્રાથી હજામત કરાવતા નથી એમ. કહેવાય છે. ચૈત્ર વદ ૧૦ ને દિવસે રાણકપુરમાં ભરાતા મેળામાં કેસર તથા અત્તર લગાડવાને, આરતી ઉતારવાના અને નવી ધા ચઢાવવાના હક્ક, આજે પણુ રત્નાના વંશજો જે હાલમાં ધાણેરાવમાં રહે છે તેએ ધરાવે છે.
જૈન સાહિત્ય સમારોહ – શુચ્છ ૨
-
કચ્છમાં ભદ્રેશ્વર મંદિરનું મહત્ત્વ ઘણું છે. ઇતિહાસની સાક્ષી રૂપ ભદ્રાવતી નગરીનેા ઉલ્લેખ મહાભારત અને ભાગવતમાં થયેલા છે. આ પુરાણપ્રસિદ્ધ નગરીના અવશેષો અને ભડિયા પરથી આ સ્થળની પ્રાચીનતાને ખ્યાલ આવે છે. જૈન પ્રખધામાં ભદ્રેશ્વરને લગતાં લખાણ છે. મંદિરના સ્થાપત્યના નીચેના ભાગ સૌથી પુરાણે છે. ત્યાં પુરાંતત્ત્વની દષ્ટિએ ખારમી સદી પહેલાંના એકેય અવશેષ જોવા મળતા નથી.
જૈન મ`દિશ માટે ભાગે આરસનાં બધાયેલાં છે. મદિરાના આરસને જણે વાણી પ્રાપ્ત થઈ છે. અશ્વ સાથે દાનવીરાના આદર્શી ચરિતાર્થ થતા જોઈ શકાય છે. ઉચ્ચ ધર્મ પ્રેમ અને કલા તેમના પ્રતીકરૂપ આ જૈન મદિરા પ્રત્યેક માનવી માટે દર્શનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org