________________
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ર
તેમના જીવનને લગતી કેટલીક કિંવદંતીઓ ચાલી આવે છે અને તેમાં તથ્ય હેવાની સંભાવના ઘણી જણાય છે. • બાલવયમાં “ભક્તામરસ્તોત્ર' સાંભળવાની પ્રતિજ્ઞાબદ્ધ માતાની સાથે ઉપાશ્રયમાં ગુરુમહારાજ પાસે ભક્તામર સ્તોત્ર સાંભળવા જવાનું બનતું. એક વખત વરસાદ સતત મૂશળધાર પડવા લાગ્યા. માતા -ઉપાયે ન જઈ શકવાથી દાતણ કરી શકતાં ન હતાં. ભૂખ્યા રહેવાનું થયું. ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખી રહેતી માતાની ગ્લાનિ જોઈ પુત્રે પૂછ્યું, “મા ! કેમ ખાતી નથી ?' માએ પિતાની પ્રતિજ્ઞા સંભળાવી. પુત્રે કહ્યું: “એમાં શું! હું સંભળાવું.” અને માતાને
સ્તોત્ર સંભળાવી પારણું કરાવ્યું. વરસાદ સાત દિવસ સુધી ચાલ્યું. આઠમે દિવસે માતા ઉપાશ્રયે ગયાં ત્યારે મહારાજશ્રીએ સહેજ પૂછયું કે તમારે તો સાત ઉપવાસ થઈ ગયા હશે. ત્યારે માતાએ કહ્યું કે – મારી પ્રતિજ્ઞા પ્રમાણે આપની પાસે મારી સાથે સાંભળવા આવતા મારા જ (નાના) બાળકે સંભળાવ્યું. આવું જ એક વખત માતાજીના પ્રતિક્રમણ માટે બનેલું જેથી માની પાસે સંઘે જૈન શાસનને શિરતાજ તમારે બાળક થશે અને તેથી તેની માગણી કરતાં માતાએ સહર્ષ દીક્ષા આપી હતી.
સં. ૧૯૬૮માં વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાવાની હતી તેમાં ગુજરાતી ભાષામાં જૈન મુનિઓના નિબંધેની આવશ્યકતા જણાતાં પ. પૂ. ગિનિઝ આ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા.ને વડોદરા ગાયકવાડ સરકાર તરફથી આમંત્રણ મળ્યું અને કઈ જૈનાચાર્ય કે જેમણે ગુજરાતી ભાષામાં ગ્રંથ લખ્યા હોય તેમના સંબંધી નિબંધ માં. તે તેઓશ્રીએ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ભાષામાં સેંકડે ગ્રંથ લખનાર ઉપાધ્યાયજી યશોવિજયજી ઉપર નિબંધ લખ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org