________________
૧૭૨
જૈન સાહિત્ય સમારેહ– ગુચ્છ ?
વિદ્યાધામ કાશીમાં રહી વિદ્યાભ્યાસ કરતી વખતે એક દુજેય પં. શિરોમણિ વાદ કરવા માટે આવી ચડયા. તેમને વાદમાં જીતવા માટે કાશીનગરના સમસ્ત વિદ્વાનોનું સામર્થ્ય સરી પડયું ત્યારે ગુજ્ઞા મેળવી પૂ. ઉપાચાયજીએ જીત મેળવી તેથી કાશીના વિદ્વાનોએ ભેગા મળી “ન્યાયવિશારદ” બિરુદ આપ્યું. ત્યારબાદ કાશીમાં જ વિદ્યાભ્યાસ કરતાં કરતાં બે લાખ પ્રમાણ સાહિત્યનું સર્જન કરતાં તેઓશ્રીને કાશીના વિદ્વાનેએ “ ન્યાયાચાર્ય ” બિરુદ આપ્યાને ઉલ્લેખ મળે છે. ત્યાં તેઓએ બૌદ્ધ દર્શન વગેરે એકાંતવાદીઓનું ખંડન કરવા પાછળ રહસ્ય-નામાંકિત બિંદુ”-નામાંકિત “અણુવ”-નામાંકિત સેંકડો ગ્રંથ બનાવ્યા. પણ દુઃખની વાત છે કે ટૂંકા ગાળામાં પણ એ બધા ગ્રંથની ઉપલબ્ધિ નથી. જે કંઈ ઉપલબ્ધ છે તે તો તેમની રચનાની દૃષ્ટિએ ૧૦ ટકા જ હોય તેમ લાગે છે. છતાં પણ આજે આપણું માટે એટલું પણ મળ્યું માની સંતોષ માનીએ તેના કરતાં અવારનિવાર આવી પરિષદ યોજી ખોજ કરવી જ જોઈએ.
ઉપાધ્યાયજી મહારાજશ્રીએ “તત્વાર્થભાષ્ય” ઉપર ટીકા ચી છે. તેમાં માત્ર પ્રથમ અધ્યાય એટલે જ ભાગ મળે છે. જેના ઉપર એંદયુ ગીત આ. શ્રીમદ્વિજય દર્શનસૂરીશ્વરજી મ. સાહેબે ટીકા રચેલ છે તેની હું પ્રેસકોપી કરતો હતો ત્યારે મને પદે પદે વિચાર કરતાં તેઓશ્રીનું ઢકેલ્કી એક એક વચન અગાધ -પાંડિત્યપૂર્ણ લાગવા સાથે નવીનતા અર્પતું હતું. તો દશેય અધ્યાયની ટીકા મળી હેત તે આજે મળતી બીજી તવાર્થભાષ્યની ટીકાઓમાં કોઈ અનેરી ભાત પાડત અને ઘણું જ જાણવાવિચારવાનું મળત છતાં આજે જે ગ્રંથે મળે છે તે પણ આપણે માટે તો એટલા છે કે તેને સારી રીતે વાંચવાની-વિચારવાની, ઊંડાણમાં ઉતારવાની પડી છે ને ? છતાં આવી પરિષદો, સુષુપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org