________________
166
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ રે
ખપે એટલા માટે તે તેઓ સ્વરછાએ જાણી જોઈને લાઢ પ્રદેશમાં, અનાર્ય પ્રદેશમાં ગયા હતા,
ઘાતી કર્મોને ક્ષય થયા પછી એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકરો જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં બધી દિશાઓમાં મળી કુલ સવાસે જન જેટલા વિસ્તારમાં રોગ, વેર, ઉંદર, તીડ વગેરેને ઉપદ્રવ, મરકી, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુકાળ, રમખાણે, બળવો, વિદેશી સત્તા સાથે યુદ્ધ ઇત્યાદિ પ્રકારના ઉપસર્ગો થતા નથી. તીર્થંકર પરમાત્માના જીવનમાં ઘાતી કર્મોના ક્ષયને કારણે જે અતિશય થાય છે તેના પરિણામે પોતે જ્યાં વિચરતા હોય ત્યાં સવાસ યોજનાના વિસ્તારમાં આવા ઉપસર્ગોને અભાવ હોય છે.
ઉપસર્ગો દ્વારા ઘર ઘાતી કર્મોનો ક્ષય થાય છે. સાધક મહાત્મા પોતાના જીવનમાં જ્યારે આવા ઉપસર્ગો આવી પડે છે ત્યારે તેનાથી બચવા પ્રયત્ન કરવાને બદલે પોતાના કર્મક્ષયને માટે આ અપૂર્વ અવસર છે એમ સમજીને સમતા ભાવથી તે ઉપસર્ગોને સહન કરી લે છે. તેઓ ઉપસર્ગ કરનાર પ્રત્યે અને ખુદ ઉપસર્ગો પ્રત્યે પણ મૈત્રીભાવ રાખે છે. એક મહાત્માએ તો ઉપસર્ગોને સંબોધીને કહ્યું છે કે, “હે ઉપસર્ગો! તમારો મારા ઉપર કેટલે બધે ઉપકાર છે! તમે જે આ સંસારમાં ન તે નિકાચિત ભયંકર ઘાતી કર્મોને ક્ષય કરવામાં અને બીજુ કેણ મદદ કરત દ તમે છે એટલે જ અનેક મહાત્માઓ પોતાનાં ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય કરીને મુક્તિપંથગામી બની શકળ્યા છે.”
મૃત્યુને આણનારા બિહામણું ઉપસર્ગ પ્રત્યે પણ કેવી સરસ સવળી તાત્વિક દષ્ટિ જૈન ધર્મમાં પ્રર્વતે છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org