________________
ઉપસર્ગ
પરીષહ અને ઉપસર્ગ વચ્ચે તાત્વિક ભેદ એ છે કે પરીષહ સામાન્ય રીતે સહ્ય – સહન કરી શકાય એવો હોય છે. એમાં તાત્કાલિક મૃત્યુને ડર નથી હોતો. ઉપસર્ગ વધુ ભયંકર હોય છે. કેટલાક ઉપસર્ગો સામે માણસ ટકી શકે છે, તો કેટલાક ઉપસર્ગો મરણાંત હોય છે. પરીષહ કરતાં ઉપસર્ગમાં માણસની વધુ કસોટી થાય છે. ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર જેવા તીર્થકરોના જીવનમાં પણ ઉપસર્ગોની ઘટના બની છે, પરંતુ તેઓ ઉપસર્ગોથી ચલિત થયા નથી. તીર્થકરો ઉપસર્ગને નમાવનારા હોય છે. માટે તેઓ નમસ્કારને પાત્ર હોય છે. એટલા માટે કહેવાયું છેઃ
रागदोसकसाह इंदियाणि अ पंच वि ।
परिसहे उवसम्गे नामयंता नमोऽिरिहा ॥ (રાગ, દ્વેષ, કષાય, પાંચ ઈનિદ્ર, પરીષહ અને ઉપસર્ગને અમાવનાર અરિહ તોને નમસ્કાર હે.)
इंदियविसय कसाये परिसहे वेयणा उवसम्गे ।। एए अरिणो हन्ता अरिहंता तेण वुच्चति ॥
(ઈન્દ્રિય, વિષય, કષાય, પરીષહ, વેદના, એ રૂપી એ દુશ્મનને હણનાર હોવાથી તેઓ અરિહંત કહેવાય છે.) ' તીર્થંકર પરમાત્માઓ પણ ઉપસર્ગથી મુક્ત નથી લેતા. પૂર્વે કરેલાં ભારે નિકાચિત કર્મોને ઉદય થાય ત્યારે તે ભેગવવા જ પડે છે. ભગવાન મહાવીરે જ્યારે સંસારત્યાગ કર્યો ત્યારે ઇન્દ્ર એમને પ્રાર્થના કરી હતી કે “હે પ્રભુ! આપને ઉપસર્ગો ઘણા છે, માટે બાર વર્ષ સુધી હું આપનું રક્ષણ કરવા, આપની વૈયાવચ કરવા આપની સાથે રહું.” પર તુ ઈન્દ્રની એ સેવાને પ્રભુએ અસ્વીકાર કર્યો હતો, કારણ કે પ્રભુ તે પિતાનાં ભારે કર્મો ખપાવવા માટે ઘર ઉપસર્ગો સહન કરવા તૈયાર હતા. પિતાનાં કર્મો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org