________________
જૈન સાહિત્ય સમારોહ - ગુ૭ ૨ શિરીરને અતિશય કષ્ટ આપનારા ઉપસર્ગી જે સાધકોમાં સ્થિરતા, અચલમાં આવી નથી હોતી તેવા નિર્બળ સાધકો ઉપસર્ગ સહન કરવાની વાત શુરવીરતાપૂર્વક કરે છે, પરંતુ ખરેખર ઉપસર્ગ આવી પડે છે ત્યારે. ડરી જાય છે, ડગી જાય છે સાધનાથી ભ્રષ્ટ થઈ જાય છે. જે સાધકે સંયમ-સાધનામાં અડગ હોય છે તે સાધકે ભયંકર ઉપસર્ગોમાં પણ ડગી જતા નથી. ગજસુકુમાલ, અવંતીસુકુમાલ, ખ ધક મુનિ મેતા મુનિ વગેરે સાધકોએ પ્રતિકૂળ ઉપસર્ગો ઉપર વિજય મેળવ્યા હતા.
- અનુલેમ ઉપસર્ગ એટલે અનુકૂળ ઉપસર્ગ. પ્રતિમ ઉપસર્ગ કરતાં પણ કયારેક અનુકૂળ ઉપસર્ગ ઉપર વિજય મેળવવાનું કઠિન છે. સાધક પોતાની સંચમ-સાધનામાં મગ્ન હેય તેવે વખતે માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર ઈત્યાદિ સ્વજને તરફથી અથવા કુશીલ સ્ત્રીઓ તરફથી ખાનપાન ઇત્યાદિની વધુ પડતી સંભાળ રાખવામાં આવે. વિવિધ પ્રકારની ભેગસામગ્રી માટે લલચાવવામાં આવે રુદન વગેરે કરી આર્ટ બનાવવા કેશિશ કરે તે વખતે મમતાના ભાવથી સાધક ડગી જઈ તેવી જોગસામગ્રી સ્વીકારવા વશ બની જાય છે અને પરિણામે સાધનામાંથી ચુત થઈ જાય છે જે સાચા મુમુક્ષ સાધકો હોય છે તેઓ આવા અનુકૂળ ઉપસર્ગ વખતે પણ અડગ રહે છે. તેઓ પ્રલોભનેથી આકર્ષાઈને સંયમથી પતિત થતા નથી. એટલા માટે “સૂત્રકૃતાંગ'માં કહ્યું છેઃ
संखाय पेसल धम्म
આ વિડ્રિમ પરિનિવૃe | उसग्गे नियामित्ता
आमोक्खाए परिव्वएज्जासि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org