________________
ઉપસર્ગ.
ઉપસર્ગથી અસહ્ય પીડાને, અશાતાને અનુભવ થાય છે. એ અશાતા જ્યારે અનુભવાય છે ત્યારે ચિત્ત સ્વસ્થ રહેવું એ ધુણ અઘરી વાત છે. અશાતા વખતે અશાતા કરનાર પ્રત્યે ક્રોધ; વેરભાવ, તેનો નાશ કરી નાખવાની વૃત્તિ વગેરે અશુભ આવેગો અનુભવાય છે. અને તેથી નવું અશુભ કર્મ બંધાય છે. અશાતાના અનુભવ વખતે ચિત્તમાં જે સમતા અને સ્વસ્થતા રહ્યા કરે તો કમની ભારે નિજેર થાય અને નવું કર્મ બંધાય નહિ. પરંતુ એવી સ્થિતિએ તો કઈ વિરલ મહાત્માઓ જ પહોંચી શકે. : “જ્ઞાનસાર'ના એક અષ્ટકમાં ઉપાધ્યાય ચવિજયજી કહે છે: विष विषस्य वह्नश्च वहनिरेव यदौषधम् ।
तत्सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न भिः ॥ વિષનું ઓસડ વિષ છે અને અગ્નિનું ઔષધ અગ્નિ છે એ સાચું છે, કારણ કે ભવથી (સંસારથી) ભય પામેલાને ઉપસર્ગો પ્રાપ્ત થાય તો પણ ભય હેતો નથી. - મન, વચન અને કાયા એ ત્રણ દ્વારા શુભાશુભ કર્મો બંધાય છે. ઓછાં કર્મો બંધાય એટલા માટે સાધુઓએ પાંચ મહાવ્રતના પાલન સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું (મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિનું) પાલન કરવાનું હોય છે. એમાં કાયગુપ્તિના બે પ્રકાર બતાવવામાં આવ્યા છેઃ (૧) ચેષ્ટા-નિવૃત્તિરૂપ કાયગતિ અને (૨) યથાસૂત્ર ચેષ્ટા-નિયમિનીરૂપ કાયગુપ્તિ.
- ઘર ઉપસર્ગ વગેરે થવા છતાં જે મહાત્માઓ પિતાની કાયાને જરાય ચલાયમાન થવા નથી દેતા તે એમની ચેષ્ટા-નિવૃત્તિ૨૫. કાચગુપ્તિ છે. (કેવલી ભગવંત ચૌદમા ગુણસ્થાનકે યોગનિરાધ કરે છે તે પણ ચેષ્ટા-નિવૃત્તિરૂપ કાયગૃતિ કહેવાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org