________________
ઈતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત ૧૪૩ -ઘણા સાધુ-સાધ્વીજીની મહારાજ સાહેબએ ખંભાતમાં પધારી પ્રજાને ધર્મબોધ આપે છે.
સ્થાનકવાસી શ્રી લવજી ઋષિએ (સં. ૧૯૯૨ માં) ખંભાતમાં દીક્ષા લીધેલી. લવજી ઋષિના નવમી પાટે થયેલા માણેકચંદજી મહારાજે ખંભાતમાં ઘણુંને દીક્ષા આપેલી, અને ૧૯૪૯માં કાળધર્મ પામેલા. તેમના પછી પાટ પર આવનાર શ્રી ભાણજી ઋષિ તથા ગિરધરલાલજીએ પણ ખંભાતમાં દીક્ષા લીધેલી. હર્ષચંદ્રજી વિ. સં. ૧૯૪૯માં ખંભાતમાં કાળધર્મ પામેલા. શ્રી છગનલાલજી મહારાજ મૂળ ખંભાતના વતની હતા અને ઘણું ચોમાસાં ખંભાતમાં ગાળેલાં અને ખંભાતમાં જ વિ. સં. ૧૯૯૫ માં કાળધર્મ પામેલા. શ્રી રત્નચંદ્રજી મહારાજ વિ. સં. ૨૦૦૪ માં ખંભાતમાં સ્વર્ગવાસી થયેલા. શ્રીમદ્ રાજચંદ્ર સૌપ્રથમ વિ. સં. ૧૯૪૬ ના શ્રાવણ માસમાં ખંભાત પધારેલા, ત્યાર બાદ તેઓશ્રી વિ. સં. ૧૯૪૬, ૧૯૪૭, ૧૯૪૯, ૧૯૫૧...વગેરે વર્ષોમાં ખંભાત પધાર્યા હતા. તેઓશ્રી સં. ૧૯પર ની સાલમાં ખંભાતની નજીકના વડવાક્ષેત્રમાં પધારેલા, જ્યાં આજે શ્રીમદ્ રાજચંદ્રને પુનિત અને ભવ્ય આશ્રમ આવેલો છે. શ્રી વિનયપ્રભ મહારાજે “ગૌતમસ્વામીને રાસ” ખંભાતમાં રચેલો. શ્રી લાવણ્યસમય મહારાજે “સુરપ્રિયકેવલી રાસ” વિ. સં. ૧૫૬૭માં ખંભાતમાં રચેલ. શ્રી નંદસૂરિજી મહારાજે વિચાર સોરઠી, ગજસુમાર રાસ” વગેરે ખંભાતમાં રચેલાં. શ્રી ભુવનકીર્તિ મહારાજે કલાવતી ચરિત” વિ. સં. ૧૫૮૦ માં ખંભાતમાં રચેલું. શ્રી કનકસેમ મહારાજે “અષાઢાભૂ તિ રાસ” વિ. સં. ૧૬૩૮ માં ખંભાતમાં રએ. શ્રી વિજયસેમસૂરિજીએ વિ. સ. ૧૬૧૫ માં “ધમાલરાસ” ખંભાતમાં ર. શ્રી વછરાજ મહારાજે વિ. સં. ૧૬૪૨ માં “સમ્યક્ત કૌમુદી રાસ' તથા “શાંતિનાથ ચરિત્ર” ખંભાતમાં રચ્યાં. શ્રી શકલચક્ર ઉપાધ્યાયે વિ. સં. ૧૯૪૩માં વાસુપૂજજિન રાસ ખંભાતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org