________________
૧૪૨
મ સાહિત્ય સમાહ– ગુ) ૨
તે જ રીતે શ્રી કીર્તિવિજય મહારાજને જન્મ વિ. સં. ૧૮૧૬ માં -ખંભાતમાં થયેલું. શ્રી લબ્ધિચંદ્રસૂરિ મહારાજને વિ. સં. ૧૮૪૯ ના ફાગણ સુદ ૩ ને દિવસે ખંભાતમાં દીક્ષા આપેલી. શ્રી ભ્રાતૃચંદ્રસૂરિ મહારાજ તથા શ્રી દેવચંદ્રસૂરિએ ખંભાતમાં ખંભાતના નવાબના ભત્રીજાને પ્રતિબંધ કરી શિકાર વગેરે બંધ કરાવ્યું.
શ્રી વિજયાનંદસૂરિ (શ્રી આત્મારામજી) મહારાજ સંવત ૧૯૪૨ માં પાલીતાણાથી પાછા ફરતા ખંભાત પધાર્યા હતા. અહીંના પ્રાચીન ભંડારોએ તેમના વિદ્યાપ્રેમી હૃદયને આપ્યું હતું અને આ ભંડારમાંથી શાસ્ત્રનાં આધાર અને પ્રમાણે મેળવી “અજ્ઞાનતિમિર ભાસ્કર” નામના સુંદર ગ્રંથની રચના કરી હતી. શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ સં. ૧૯૯૩ ને શિયાળામાં ખંભાત પધારેલા. માંડવીની પોળમાં આવેલા આદીશ્વર ભગવાનની તેઓએ નવીન જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી. ઉપરાંત તેમણે શાંતિનાથ તાડપત્રીય જ્ઞાન ભંડારને સુવ્યવસ્થિત કર્યો. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે ખંભાતમાં ઘણું ચાર્તુમાસ કરેલા. તેમની પ્રેરણાથી શકરપુરના જિનાલયને જીર્ણોદ્ધાર થયેલ તથા તેમના હસ્તે સ્તંભન પાર્શ્વનાથના નવા મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. તેમની પ્રેરણાથી ખારવાડામાં જ્ઞાનશાળાનું વિશાળ મકાન તૈયાર થયું અને તેમાં પુસ્તક ભંડાર શરૂ થ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજે સંવત ૧૯૮૦ માં ખંભાતમાં સાત ભાગમાં “ધાતુ રત્નાકર' નામને મોટો ગ્રંથ રર. શ્રી જયરત્નગિરિજી( વિક્રમ સં૧૬૬૨)એ “જવર પરાજય” અને “દોષ૨નાવલી” નામના બે ગ્રંથ ખંભાતમાં રચ્યા, આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ ખંભાતમાં ઘણું રોકાયેલા. ખંભાતના જૈન ભંડારને વ્યવસ્થિત કરવામાં તેમનું પ્રદાન અનેરું અને અદ્વિતીય છે. શતાવધાન માટે જાણુતા વિજયકીર્તિચંદ્રસૂરિજી મહારાજ ખંભાતના વતની છે. આ ઉપરાંત હાલ વિદ્યમાન એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainekbrary.org