________________
ઈતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત
૧૫૫૩, ૧૫૫૬, ૧૫૬૩, ૧૫૬૫ અને ૧૫૬ ૮ માં પ્રતિષ્ઠા થઈ છે. શ્રી સંમવિમલસૂરિજીને જન્મ ખંભાત પાસેના કંસારી ગામમાં થયેલ અને તેઓને ખંભાતમાં ગણિપદ પ્રથમ પ્રાપ્ત થયેલું. ઉપરાંત તેઓએ સં. ૧૬૧૯ માં ખંભાતમાં ચાતુર્માસ કર્યા. આણંદવિમલસૂરિજી મહારાજ ખંભાતમાં ઘણે સમય રહ્યા હતા અને ખંભાતના શ્રાવકે તેમના તરફ અતિશય પૂજ્યભાવ રાખતા હતા.
શ્રી વિજયદેવસૂરિને જન્મ સં. ૧૬૩૪ માં થયું હતું અને ખંભાતમાં તેમના વરદ હસ્તે ઘણી પ્રતિષ્ઠાઓ થઈ છે. તેમને વિ. સં. ૧૬૫૬ માં વૈશાખ સુદ ૪ ને દિવસે સૂરિપદ પ્રાપ્ત થયેલું. તેઓશ્રીના વરદ હસ્તે ખંભાતમાં સં. ૧૬૭૭ માં લગભગ બાર જેટલી પ્રતિષ્ઠાઓ થઈ હતી. તેમને આચાર્યપદ મહેત્સવ ઉજવનાર શ્રી મલ્લશાહની પત્ની વલ્હાદેએ પોતાના શ્રેય માટે શ્રી સંભવનાથનું બિબ ભરાવ્યું, જેની પ્રતિષ્ઠા તેમણે જ કરાવી. લાડવાડાના અભિનંદન જિનાલયમાં શ્રી અનંતનાથની, ભોંયરાપાડાના નવખંડા પાનાથ જિનાલયમાં સુમતિનાથની, શકરપુરના ચિંતામણિ પાશ્વનાથ જિનાલયમાં સુવિધિનાથ બિંબની, તથા માણેકચોકમાં શ્રી શિતલનાથની પ્રતિષ્ઠાઓ તેમના શુભ હસ્તે થયેલી જણાય છે.
શ્રી સમચંદ્રસૂરિજી મહારાજ સં. ૧૬૨૬ ને જેઠ વદિ ૧ ને દિવસે ખંભાતમાં કાળધર્મ પામેલા. શ્રી રાયચંદ્રસૂરિજી મહારાજે ખંભાતમાં દીક્ષા લીધેલી. એમણે ઘણુ ગ્રંથ લખ્યા છે. વિ. સં. ૧૬૬૮ ના જેઠ સુદિ ૧૩ ને દિવસે તેઓ ખંભાતમાં કાળધર્મ પામ્યા. શ્રી જયચંદ્રસૂરિજી મહારાજ ખંભાતમાં વિ. સં. ૧૬૭૪ માં આચાર્યપદ પામ્યા. એજ રીતે મુનિચંદ્રસૂરિ મહારાજ સં. ૧૭૩૭માં ખંભાતમાં આચાર્યપદ પામ્યા. શ્રી લક્ષ્મીસાગરસૂરિજી મહારાજને જન્મ વિ. સં. ૧૭૨૮ ના ચૈત્ર સુદ ૫ ને દિવસે ખંભાતમાં થયેલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org